એરંડાના બીજમાંથી ખતરનાક ઝેર બનાવી સામૂહિક હત્યાનું કાવત્રુ

અમદાવાદની ખાસ કોર્ટ દ્વારા આઈએસઆઈએસના 3 આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ…

અમદાવાદની ખાસ કોર્ટ દ્વારા આઈએસઆઈએસના 3 આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો-ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને ઉત્તર પ્રદેશના અન્ય બે સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં UAPA એક્ટ, ઇગજ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એરંડાના બીજમાંથી સાઇનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો.

વિદેશ સ્થિત ISIS હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા આરોપીઓએ હેન્ડલર્સ મારફતે કટ્ટરપંથી બનેલા યુવાનોની ભરતી કરવા અને ગેરકાયદેસર હથિયારો તથા જૈવિક ઝેરથી આતંકવાદીઓએ આતંક ફેલાવવાનું આયોજન કર્યું હતું. તેઓએ ISISના નાપાક એજન્ડાને પાર પાડવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું હતું. આ કેમિકલ એ એરંડાના બીજમાં કુદરતી રીતે જોવા મળતું એક શક્તિશાળી જૈવિક ઝેર છે, જે કેમિકલ વેપન્સ ક્ધવેન્શનના શેડ્યૂલ-ઈંમાં સૂચિબદ્ધ છે.

આ કેસ મૂળરૂૂપે ગુજરાત ATS ગુજરાતે નોંધાવ્યો હતો. નવેમ્બર 2025માં ચીનથી MBBS થયેલા ડો. મોહિયુદ્દીનની એક ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો, 4 લિટર એરંડાનું તેલ ધરાવતી બોટલ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. અઝજની તપાસ બાદ તે જ દિવસે અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે, આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં ડેડ-ડ્રોપ સાઇટ પરથી પૈસા અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ સામાન તેઓએ મોહિયુદ્દીન માટે ગુજરાતના છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યો હતો. જાન્યુઆરી 2026માં તપાસ સંભાળ્યા પછી, NIAને જાણવા મળ્યું કે મોહિયુદ્દીનને તેના હેન્ડલર દ્વારા દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. તેણે હૈદરાબાદમાં તેના નિવાસસ્થાનને એરંડાના બીજમાંથી ’રાઈઝીન’ કેમિકલ(ઝેર) તૈયાર કરવા માટે ગુપ્ત પ્રયોગશાળામાં ફેરવી દીધું હતું.

સુહેલ નામનો આતંકવાદી ભરતી, ભંડોળ અને હથિયારોનું સંચાલન કરતો
સુહેલ હેન્ડલર અને અન્ય સહ-આરોપીઓ વચ્ચે ભરતી, ભંડોળ અને હથિયારોના સંચાલન માટે મહત્વની કડી તરીકે કામ કરતો હતો. તેણે આતંકવાદી ભંડોળ મેળવ્યું અને વિતરિત કર્યું, રેકી કરી, ગેરકાયદેસર હથિયારો પહોંચાડ્યા અને વફાદારીના શપથ રેકોર્ડ કર્યા હતા. આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે. ગઈંઅ આ કાવતરામાં સામેલ હેન્ડલર્સ અને અન્ય વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.