વિરાટ કોહલીની શાનદાર સદી સાથે RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન

  સતત ચાર મેચ જીતનાર કોલકાતાનો વિજયરથ અટક્યો, કેકેઆરમાં બોલર સૌરભ દુબેનું ડેબ્યૂ લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવા માટે જગવિખ્યાત વિરાટ કોહલીએ ગઇકાલે આઈપીએલમાં પોતાની ઐતિહાસિક…

 

સતત ચાર મેચ જીતનાર કોલકાતાનો વિજયરથ અટક્યો, કેકેઆરમાં બોલર સૌરભ દુબેનું ડેબ્યૂ

લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરવા માટે જગવિખ્યાત વિરાટ કોહલીએ ગઇકાલે આઈપીએલમાં પોતાની ઐતિહાસિક મેચમાં વિક્રમજનક નવમી સેન્ચુરી સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ ને પોઇન્ટ્સ ટેબલમાં મોખરે લાવી દીધું હતું. એ સાથે સતત ચાર મેચ જીતનાર કોલકાતાનો વિજયરથ અટક્યો હતો. વિરાટ પાછલી બે મેચમાં ઝીરોમાં આઉટ થયો હતો, પણ આ વખતે તેણે ટીકાકારોને બતાવી આપ્યું કે 37 વર્ષની ઉંમરે પણ પોતે ટાર્ગેટ ચેઝ કરતી વખતે વિક્રમજનક અને મેચ વિનિંગ સેન્ચુરી કરી શકે છે.

આઈપીએલમાં વિરાટની આ 279મી મેચ હતી. તે 19 વર્ષ જૂની આ ભારતીય લીગ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ મેચ રમનારો ખેલાડી બન્યો છે. તેણે 278-278 મેચ રમનાર એમએસ ધોની અને રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ-બુકમાં રવીન્દ્ર જાડેજા (265 મેચ) ચોથા નંબરે અને દિનેશ કાર્તિક (257 મેચ) પાંચમા નંબરે છે.
વરસાદના વિઘ્નને લીધે બુધવારની મેચ એક કલાક મોડી શરૂૂ થઈ હતી. કોલકાતાએ બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 192 રન કર્યા હતા. બેંગ્લૂરુ એ જવાબમાં 19.1 ઓવરમાં ચાર વિકેટે 194 રન બનાવીને પોઇન્ટ્સ-ટેબલમાં ગુજરાતને હટાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ઓપનર જેકબ બેથેલ 15 રન બનાવીને આઉટ થઈ ગયા બાદ વિરાટે દેવદત્ત પડિક્કલ (39 રન, 27 બોલ, સાત ફોર) સાથે બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ વિરાટ ની નજર સામે એક પછી એક ત્રણ બેટ્સમેન આઉટ થયા હતા, પરંતુ પોતે અડીખમ રહ્યો હતો.

આ મેચ 20મી ઓવરમાં જવાને બદલે વહેલી પૂરી થઈ ગઈ હોત, પણ બેંગ્લૂરુની ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી હતી. છેવટે વિરાટે જિતેશ શર્મા (આઠ અણનમ) સાથેની જોડીમાં બેંગ્લૂરુની નૌકા પાર પાડી હતી. છેલ્લી ઓવરમાં બેંગ્લૂરુએ જીતવા માટે ત્રણ રન કરવાના હતા અને પેસ બોલર સૌરભ દુબેના પહેલા જ બોલમાં જિતેશ શર્માએ વિનિંગ ચોગ્ગો ફટકારી દીધો હતો. કોલકાતાના કુલ છ બોલરમાંથી ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ સૌથી વધુ ત્રણ વિકેટ અને સ્પિનર સુનીલ નારાયણે એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, કોલકાતાએ નબળી શરૂૂઆત બાદ ટોટલ છેવટે 200 રનની નજીક પહોંચાડવામાં સફળતા મેળવી હતી. 20 ઓવરમાં કોલકાતા (ઊંજ્ઞહસફફિં)એ ચાર વિકેટે 192 રન કર્યા હતા જેમાં અંગક્રિશ રઘુવંશી (71 રન, 46 બોલ, ત્રણ સિક્સર, સાત ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે તેની આ લડાયક હાફ સેન્ચુરી છેવટે વિરાટની સદીને કારણે પાણીમાં ગઈ હતી.

116 રનના ટોટલ પર ગ્રીને વિકેટ ગુમાવી ત્યાર બાદ રઘુવંશીએ રિન્કુ સિંહ (49 અણનમ, 29 બોલ, બે સિક્સર, ત્રણ ફોર)ને જોડીદાર બનાવ્યો હતો અને તેની સાથે ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરીને કોલકાતાને સેફ ઝોનમાં લાવી દીધું હતું. રઘુવંશી છેક 20મી ઓવરના અંતિમ બોલ પર રનઆઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ અને ભુવનેશ્વર કુમારે તેને રનઆઉટ કર્યો હતો.

બેંગ્લૂરુના પાછલી મેચના હીરો કૃણાલ પંડ્યાને 39 રનમાં અને જેકબ ડફીને 48 રનમાં એક પણ વિકેટ નહોતી મળી, જ્યારે એક-એક વિકેટ ભુવનેશ્વર કુમાર, રસિખ સલામ તથા જોશ હેઝલવૂડે લીધી હતી.
આઇપીએલ 2026 ની 57મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે જેમાં એક એવા બોલરને સામેલ કરવામાં આવ્યો છે જેણે ટી20 ક્રિકેટમાં ક્યારેય વિકેટ લીધી નથી. આ બોલરનું નામ સૌરભ દુબે છે, જે ડાબોડી ફાસ્ટ બોલર છે. આ ખેલાડી વિદર્ભ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે અને પહેલીવાર IPLમાં દેખાશે. સૌરભ દુબે વિદર્ભનો ડાબોડી ફાસ્ટ બોલર છે, જે તેની સચોટ લેન્થ અને નવા બોલને સ્વિંગ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. 28 વર્ષીય આ ખેલાડી અત્યાર સુધી ફક્ત સફેદ બોલ ક્રિકેટમાં જ રમ્યો છે. તેણે વિદર્ભ માટે આઠ લિસ્ટ અ મેચોમાં 16 વિકેટ લીધી છે, પરંતુ તેને હજુ સુધી ટી20 ક્રિકેટમાં સફળતા મળી નથી.

 

કોહલીનો IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી IPL 2026 ની મેચમાં વિરાટ કોહલીએ મેદાનમાં ઉતરતાની સાથે જ નવો ઈતિહાસ રચી દીધો. વાસ્તવમાં આ વિરાટ કોહલીની 279મી IPL મેચ છે. આ સાથે તે IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો. આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે એમએસ ધોની અને રોહિત શર્માના નામે હતો. એમએસ ધોનીએ 2008 થી 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે કુલ 278 મેચ રમી હતી. જ્યારે રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે કુલ 278 મેચ રમી હતી. કિંગ કોહલીનો આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેને પોતાની બધી 279 IPL મેચ ફક્ત એક જ ટીમ છઈઇ માટે રમી છે. તે એકમાત્ર ખેલાડી છે જેને એક જ ફ્રેન્ચાઈઝી માટે બધી 19 IPL સીઝન રમી છે. વિરાટ કોહલી પછી સુનીલ નારાયણનું નામ એવા ખેલાડીઓના લિસ્ટમાં આવે છે જેને એક જ ટીમ માટે સૌથી વધુ IPL મેચ રમી છે.