ગુજરાત

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

Published

on


જામનગર શહેરમાં પૂરના કારણે અનેક લોકોને ભારે નુકશાની થઈ છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, અને તેઓએ શહેરના અલગ અલગ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને લોકોની સમસ્યા સાંભળી હતી.


તેઓની સાથે કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ મંત્રી એમ. કે. બ્લોચ, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, પ્રદેશ મહિલા અગ્રણી સહારા બેન મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી બીપેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, કોંગી મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, એન.એસ.યુ.આઈ ના તોશિફ ખાન પઠાણ, શક્તિસિંહ જાડેજા, વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી, કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા.


ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1,2,4, 12 અને 16 ના જુદા જુદા વિસ્તારો, કે જ્યાં પૂરના પાણી ભરાયા હતા, અને તે તમામ વિસ્તાર ની મુલાકાત લીધી હતી, અને પૂર પીડિત નાગરિકોની સમસ્યા પણ સાંભળી હતી, અને તેઓને યોગ્ય ન્યાય અને વળતર મળે તે માટે સરકારમાં ઉગ્ર રજૂઆત કરવાની પણ ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version