ગુજરાત

રાજકોટની બજારોમાં દિવાળીની ચમક, 2000 કરોડના વેપારનો અંદાજ

Published

on

કોરોના બાદ પ્રથમ વખત સૌથી સારા તહેવારો જવાની વેપારીઓને આશા

દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિવાળીની રોનક શહેરના રાજમાર્ગો પર પણ જોવા મળી રહી છે. રાજકોટની મુખ્ય બજારોમાં પણ દિવાળીની રોનક જોવા મળી રહી છે. શહેરની ધર્મેન્દ્ર રોડ,સાંગણવા ચોક,દીવાનપરા, લાખાજીરાજ રોડ, સોનીબજાર, પેલેસરોડ થી લઇ ગુંદાવાડી સુધીની તમામ બજારમાં દિવાળીની ચમકારાથી વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. અને વેપારીઓ માની રહ્યા છે કે કોરોના પછીની સૌથી શ્રેષ્ઠ દિવાળી આ વર્ષે જોવા મળી રહી છે. અને માર્કેટમાં ઓનલાઇનના જમાનામાં પણ બજારમાં ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. આ વખતે શહેરની વિવિધ બજારોમાં 2000 કરોડથી પણ વધુનો વેપાર વેપારીઓનું અનુમાન છે. સૌથી વધુ ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રોડ ઉપર આ વખતે 500 કરોડથી પણ વધુ વેપારનું વેપારીઓનું અનુમાન છે.


વેપારી હિતેશ અનડકટે જણાવ્યું હતું કે આ વખતે દિવાળીને લઈ લોકોમાં ખૂબ જ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રોડ બજારમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન આઠથી દસ લાખ લોકો આ બજારની મુલાકાત લેતા હોય છે.


ધર્મેન્દ્ર રોડ બજારના એસોસિયનના પ્રમુખ પ્રંત કલ્યાણીએ જણાવ્યું હતું કે કોરોના બાદ આ વખતે દિવાળીની રોનક બજારમાં સારી એવી જોવા મળી રહી છે. જેમના કારણે વેપારીઓમાં પણ સારી એવી રોનક આવી છે. ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાલ ઓનલાઈન અને બ્રાન્ડ સ્ટોરનો જમાનો હોવા છતાં પણ બજારમાં ખરીદીની મજા છે એ મજા બીજે ક્યાંય નથી જેને લઇ લોકો મહેન્દ્ર રોડ લાખાજી રાજ રોડ ઉપર લોકો ખરીદી માટે આવી રહ્યા છે. સાથે જ શહેરની અન્ય બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટ સૌરાષ્ટ્રની શાન છે. જેને લઇ સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાંથી લોકો રાજકોટ ખાતે ખરીદી કરવા માટે આવે છે. રિઝનેબલ રેટમાં સારી એવી કોલેટી મળે છે એટલા માટે પહેલી પસંદ લોકો રાજકોટની કરી રહ્યા છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર અને લાખાજી રોડ બજાર રાજકોટની સૌથી જૂની બજાર છે. સૌરાષ્ટ્રભરમાં તેમનું નામ છે. આ બજારમાં 7,000 થી પણ વધુ વેપારીઓ કામ કરી રહ્યા છે. આ વખતે વેપારી પણ સારા એવા સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. લોકડાઉના બાદ આ દિવાળીમાં એમની કમી પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે.


આ વર્ષે લોકો કપડા, બુટ-ચપ્પલ, ઇલેકટ્રોનિકસ આઇટમો ઉપરાંત ઘર ઉપયોગી આઇટમો સાથે કાર-ટુ વ્હીલર વાહનો જેવી લકઝરી ચીજોની પણ ખરીદી કરી રહ્યા છે. આગામી સપ્તાહમાં બજારોમાં ચિક્કાર ખરીદી નીકળવાની વેપારીઓ આશા રાખી રહ્યા છે. એકંદરે આ વર્ષે દિવાળી વેપારીઓના ઘરમાં ઉજાશ લાવી હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રથમ વખત દીપાવલીના તહેવારોમાં રોશની નહીં થાય

રાજકોટમાં દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન જુના રાજકોટની ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, ગરેડીયા કુવા રોડ, કેનાલ રોડ, ત્રિકોણબાગ, જયુબિલી સહીતની બજારોમાં આકર્ષક રોશનીના શણગાર કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ટીઆરપી ગેેમઝોન અગ્નીકાંડના અને મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા આકરા નિયમોના કારણે આ વર્ષે એકપણ બજારમાં રોશનીના શણગારનું આયોજન નથી. વેપારીઓનું કહેવું છે કે, ગેમઝોન અગ્નિકાંડની દુ:ખદ ઘટના અને ત્યારબાદ આવેલા ફાયર એનઓસીના કડક નિયમોના કારણે રોશનીનો શણગાર કરવા માટે કોઇ જોખમ વહોરવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version