Site icon Gujarat Mirror

રાજકોટની સગીરાને માતાએ અભ્યાસ મામલે ઠપકો આપતા ઘરેથી નીકળી સુરેન્દ્રનગર પહોંચી

સુરેન્દ્રનગર જિલ્લામાં ’બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ’ અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ની મદદથી પાર પાડવામાં આવી હતી.

ગત 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન રતનપર રામજી મંદિર નજીક એક કિશોરી એકાંતમાં ઊભેલી મળી આવી હતી. પોલીસે તેની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે રાજકોટમાં રહેતી આ કિશોરીને તેની માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તે ઘરેથી નીકળી બસમાં બેસી સુરેન્દ્રનગર આવી પહોંચી હતી.

સુરક્ષાના કારણોસર, પોલીસ ટીમે તાત્કાલિક કિશોરીને પોલીસ સ્ટેશન લાવી તેના માતા-પિતાનો સંપર્ક કર્યો. પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવતા, પોલીસે કિશોરી અને વાલીઓ વચ્ચે સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

અંતે, કિશોરીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોહિલ, મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલબેન અને મહિલા કોન્સ્ટેબલ મિતલબેન સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.

Exit mobile version