Site icon Gujarat Mirror

લાઠીના ચાવંડમાં કોપર વાયરની ચોરી કરનાર રાજકોટની ટોળકીની ધરપકડ

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવંડ ગામમાં આવેલા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના હેડવર્ક પંપ હાઉસ સ્ટેશનમાંથી થયેલી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો છે. લાઠી સર્વેલન્સ ટીમે રાજકોટ શહેર ખાતેથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનાની ફરિયાદ 15 ફેબ્રુઆરી, 2025ના રોજ નોંધાઈ હતી.

લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ, પાર્ટ એ ગુ.ર.નં. 11193034250051/2025, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 329(3), 303(3) મુજબ નોંધાયેલા ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે રાજકોટ ખાતેથી આરોપીઓને શોધી કાઢ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં રણજીતભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ. 24, ધંધો: વેપાર), વનરાજભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ. 22, ધંધો: મજૂરી), કિશનભાઈ રણછોડભાઈ લોરીયા (ઉ.વ. 33, ધંધો: મજૂરી) અને જયજૈમિન જયદેવભાઈ શુક્લ (ઉ.વ. 39, ધંધો: ડ્રાઇવિંગ)નો સમાવેશ થાય છે. આ તમામ રાજકોટ શહેરના ઘંટેશ્વર પચ્ચીસવારીયા રેલ્વે ફાટક પાસે રહે છે.

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઈ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સફળ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ દડુભાઈ કામળીયા, હેડ કોન્સ્ટેબલ કુલદીપભાઈ નારણભાઈ ગરૈયા, પોલીસ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ વીરભદ્રસિંહ ગોહિલઅને પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ હરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version