સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાની મુદત 8 જૂન સુધી વધારાઈ

સોમનાથ જિલ્લા ભાજપ અગ્રણી ગિરીશભાઈ ભજગોતરની સફળ રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન, મેડિકલ કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ રજૂઆત કરી હતી કે સ્કોલરશીપ…

સોમનાથ જિલ્લા ભાજપ અગ્રણી ગિરીશભાઈ ભજગોતરની સફળ રજૂઆત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન, મેડિકલ કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ રજૂઆત કરી હતી કે સ્કોલરશીપ પોર્ટલ બંધ થવાની મર્યાદાના કારણે તેઓ ફોર્મ ભરી શક્યા નથી. ઘણા ખરા વિદ્યાર્થીઓ, જે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે, સ્કોલરશીપ ન મળવાના કારણે કોલેજની ઊંચી ફી ભરવા માટે અસમર્થ હોવાના કારણે તેમના અભ્યાસ પર નકારાત્મક અસર પડી શકે તેમ છે. આ રજૂઆતને ધ્યાનમાં લઈને, વેરાવળ તાલુકાનાં આજોઠા ગામ ના ગીરીશભાઈ ભજગોતર ગાંધીનગર ગયા અને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાઝા અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દા અંગે રજૂઆત કરી.

રજુઆતને ધ્યાનમાં લેતા, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિત માટે 2022-23, 2023-24, 2024-25, અને 2025-26ના વર્ષના બાકી રહેલા ઓનલાઈન પોર્ટલ ફરીથી ખોલવામાં આવ્યા છે. 2022,2023, અને 2024 ના વિધાર્થીઓ માટે આ અંતિમ વખત પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હોય તેથી બાકી રહેલા તમામ વિધાર્થીઓ વહેલી તકે ફોર્મ ભરી દેવું. બાકી રહેલા વિદ્યાર્થીઓ 26/05/2026 થી 08/06/2026 સુધીમાં ફોર્મ ભરી શકશે. આ નિર્ણય માટે સંવેદનશીલ ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાઝા નો સમગ્ર ગુજરાત રાજયના અનુસૂચિત જાતિ વતી ગિરીશભાઈ ભજગોતર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.