રાજકોટના વોર્ડ નં.9 ના ભા.4.5.ના કાર્યકર અને સાધુવાસવાણી રોડ, સેટેલાઈટ પાર્કની સામે, પંજુરી પેલેસ, રાજકોટમાં રહેણાંક ધરાવતા હિરેન મનસુખભાઈ સાપરીયા કે જેઓ એરોમાઈટ એગ્રો કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢીથી વ્યવસાય કરે છે, તેઓએ મુંબઈની હેરંબા ઈન્સ્ટ્રીઝ લીમીટેડના નામથી ચાલતી કંપની પાસેથી એગ્રો કેમીકલ પોડકટની ખરીદી કરેલ જે ખરીદી કર્યા બાદ મંગાવ્યા મુજબના માલની રકમ ચુકવેલ નહી જેથી બીલ મુજબની રકમની ચુકવણી ન કરતા હેરંબા ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ ધ્વારા બોમ્બે સીટી સીવીલ કોર્ટમાં લેણી રકમનો દાવો કરવામાં આવેલ હતો.
આ દાવામાં પણ હિરેનભાઈ એમ. સાપરીયા કે તેના ભાગીદાર હાજર થયેલ નહી જે દાવો ચાલી જતા કોર્ટે કંપનીની બાકી નીકળતી તમામ રકમ વ્યાજ સહીત ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ અને રકમ રૂૂા.2,43,686/- ચુકવવાનો હુકમ ફરમાવેલ જે રકમ પણ એરોમાઈટ એગ્રો કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ ધ્વારા ચુકવવામાં ન આવતા મુંબઈની કંપની ધ્વારા દરખાસ્ત દાખલ કરવામા આવેલ જે દરખાસ્ત રાજકોટ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ અને રાજકોટ ધ્વારા અગાઉ પણ હિરેનભાઈ એમ. સાપરીયાની પેઢી વિરુધ્ધ તેમની ઓફીસ સમૃધ્ધિભવન ખાતે તેમજ મેટોડા ખાતે આવેલ એરોમાઈટ એગો કેમીકલના યુનીટ ખાતે જપ્તી વોરંટ કાઢવામા આવેલ અને ત્યાં મિલકત જપ્ત કરવા કોર્ટના અધિકારીઓ ગયેલા પણ યુનીટ બંધ જણાતા કોર્ટના અધિકારીઓ પરત ફરેલ.હતા.
ત્યારબાદ કંપનીના એડવોકેટને હિરેનભાઈ એમ. સાપરીયા, રાજકોટ ખાતે સાધુવાસવાણી રોડ પર જ રહેણાંક પરાવે છે અને કંપનીનુ કાયદેસરનુ લેણું ચુકવવા સક્ષમ હોવા છતા ઈરાદાપુર્વક કંપનીની લેણું ચુકવતા નથી તેવી સીવીલ કોર્ટ, રાજકોટમાં રજુઆત કરી હિરેનભાઈ એમ. સાપરીયાના રહેણાંકના સરનામે મિલકત જપ્તીનુ વોરંટ કાઢી આપવા અરજી આપતા સીવીલ કોર્ટે અરજી મંજુર કરેલ.હતી.
આ કામમાં વાદી/અરજદાર હેરંબા ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી એડવોકેટ તરીકે રાજકોટના કિશનભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ એમ. જરીયા, મયંકભાઈ હર્ષ તથા મૌલિક સિંહ ડોડિયા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.
