Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર ક્વાર્ટરમાંથી જુગાર રમતા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત ચાર પકડાયા

16 હજારનો મુદ્દામાલ જપ્ત

કાલાવડ રોડ પર રૂરલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ટ્રાવેલ્સના માલીક સહીત ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

બનાવની વિગતો અનુસાર, કાલાવડ રોડ પર રૂડાના કવાર્ટરમાં જુગાર રમતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક નવદીપસિંહ હરિચંદ્રસિંહ જાડેજા, સેલ્સમેન વિજય ચુનિલાલ ભાટ, વિજય ગોવિંદ આશીયાણી અને વિશ્વરાજિં સહ જયુભા ઝાલાને પકડી લીધા હતા. તેમજ તેમની પાસેથી 16400નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબી ઝોન-2ની ટીમના પીએસઆઇ ઝાલાએ કરી હતી.

Exit mobile version