છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે

સુરતના વેપારીને મોબાઈલ એસેસરીઝ તથા ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ ક2વાની લાલચ આપી છેતરપીડી આચરવાના ગુનામાં આરોપીની ધ225કડ સામે હાઇકોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે. રાજકોટમાં રહેતા…

સુરતના વેપારીને મોબાઈલ એસેસરીઝ તથા ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ ક2વાની લાલચ આપી છેતરપીડી આચરવાના ગુનામાં આરોપીની ધ225કડ સામે હાઇકોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે.

રાજકોટમાં રહેતા હર્ષ રજનીશભાઈ રાયમાગાએ સુરતના વેપારી શૈલેન્દ્ર હરીરામ શ્રીયાને મોબાઈલ એસેસરીઝ તેમજ ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ કરવાથી 50 થી 70 ટકા નફાની રકમ આપવાની લાલચ આપી ગુગલ-પે નંબર 5ર તથા એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ 50,05,500 જેટલી માતબાર રકમ મેળવી હતી.

ફરીયાદીએ રોકાણ ક2ેલ નાણાના નફાની રકમ માંગતા આરોપીએ અલગ-અલગ બહાના બતાવી ફરીયાદીને પ્રોફીટ કે રોકાણ કરેલ નાણા પરત નહી આપી છેતરપીંડી આચરી હોવાની બી.એન.એસ.ની કલમ-318(4) વિગેરે મુજબની ફરીયાદ ખટોદ2ા (સુરત) પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ રદ કરવા આરોપી હર્ષ રાયમાગા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જે પીટીશન ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટે તપાસનીસ અધિકારીને નો કોર્સીવ સ્ટેપનો હુકમ કર્યો છે.

આ કેસમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ ડી. પીઠડીયા, હાઈકોર્ટના વીકી બી. મહેતા, અર્જુનસિંહ જાડેજા, આસીસ્ટન્ટ ત2ીકે ગૌરવ બોદુડે, સત્યદીપસિંહ જાડેજા, આદેશ કન્નર અને યશદિપસિંહ જાડેજા રોકાયા હતા.