Site icon Gujarat Mirror

​રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ઘમકી, તંત્ર દોડતું થયું

 

 

રાજ્યભરમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

જૂનાગઢ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો હતો. અને મેલમાં જણાવ્યું છે કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઇમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ઇમેલ મારફતે મળેલી ધમકી બાદ પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે ઉતરી આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે રાજકોટ કલેક્ટર કચેરીના સત્તાવાર ઇમેલ પર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આ ગંભીર બાબતની જાણ થતા જ પ્રદ્યુમન નગર પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર બિલ્ડિંગને ઘેરી લેવામાં આવી હતી.કચેરીના ખૂણેખૂણામાં કલાક સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

Exit mobile version