Site icon Gujarat Mirror

તળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અંતરિયાળ અને દરિયા કિનારે કુદરતી સૌંદર્ય અખૂટ છે તેવા સ્થળે બારૈયા કોળી પરિવાર ના માતાજી ચામુંડા નો મઢ-વિશાળ મંદિર આવેલ છે.આ સ્થળ ને જાદપર ટીમ્બો તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી રાત્રીએ તસ્કરો માતાજીના સોના ચાંદી ના આભૂષણો સહિતની રૂૂ.પાંચ લાખ થી વધુ ની મત્તા ની ચોરી કરી ગયા.

તસ્કરો ચોરી કરી રહ્યા છે ને ચોરી કરેલ સામાન એક ચોર થી ઉપડે તેમન હોય બે ચોર ઈસમો ઊંચકી ને લઈ જઈ રહ્યા છે નું અને કુલ ત્રણ ચોર ઈસમો હોવાનું સીસીટીવી ના આધારે પોલીસ અને મંદિર ના સેવકો ની નઝરમા આવ્યું છે. ઇન્વેસ્ટિગેશન અધિકારી ચેતન મકવાણા એ જણાવ્યું હતુ કે મધ્યરાત્રી બાદ ચોરી થઈ છે.ચોર ઈસમોને પકડવા અને કોર્ટ દ્વારા કડક સજા કરવા માટે સાંયોગીક પુરાવાઓ મેળવવા માટે એફ. એસ. એલ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાત, ડોગ સ્ક્વોડ ની મદદ લેવાઈ છે. એલ. સી. બી પણ તપાસ મા જોતરાઈ છે.ટાવર ડમ્પ ની મદદ પણ મેળવાઈ રહી છે.ચોર ઈસમો ની હિલચાલ પરથી રીઢા અને અહીં રેકી કરી ગયા નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માતાજી ના ફળા હતા તેને પણ ચાંદી થી મઢવામાં આવ્યા હતા તે ચાંદી પણ લઈ ગયા હોવાનુ બારૈયા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભાવનગર પોલીસ પણ મોબાઈલ ટાવર,લોકેશન ના મામલે આધુનિક સાધનોથી સજ્જ છે.નિર્જન વિસ્તાર હોય અને રાત નો સમય હોય ત્યારે અમૂકજ મોબાઈલ વાતચીત ને લઈ કાર્યરત હોય છે.જે મોબાઈલ ટાવર વિસ્તારમા વાત કરતા હોય તેની માહિતી મેળવવા ને ટાવર ડમ્પ તરીકે પોલીસ સંબોધે છે.આ ટાવર ડમ્પ કોઈપણ આરોપી ને શોધી કાઢવામાં મદદરૂૂપ થાય છે.

Exit mobile version