Site icon Gujarat Mirror

ગ્રેમી એવોર્ડમાં સેલિબ્રિટિઝનો રેડ કાર્પેટ પર જલવો!! 27 વર્ષીય સિંગરનો ટોપલેસ લુક, વિચિત્ર ડ્રેસ જોઈ ચાહકો ચોંક્યા

 

 

આ વખતે 68મો ગ્રેમી એવોર્ડ્સ 2026 લોસ એન્જલસમાં યોજાયો હતો. સંગીતના સૌથી પ્રખ્યાત સ્ટાર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્ડ્રિક લામરે બેસ્ટ રેપ આલ્બમ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. લેડી ગાગા, જસ્ટિન બીબરથી માંડી ફેરેલ વિલિયમ્સ સુધીએ ગ્રૈમીમાં ચાર ચાંદ લગાવ્યા હતા. રેડ કારપેટ પર સેલેબ્રિટીએ ફેશનનું ટશન દેખાડ્યું હતું.

સિંગર ચૈપલ રોનની બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ જોવા મળ્યું. ગાયિકા રેડ કાર્પેટ પર મરૂન, પારદર્શક ડ્રેસમાં દેખાઈ હતી જે ટોપલેસ હતી. જેને નિપ્પલ રિંગ્સ સાથે બોલ્ડ લુક આપ્યો છે. ચૈપલની બેક પર મોટું ટેટુ બનેલું છે જે તેમના સ્ટનિંગ લુકને કમ્પલિટ બનાવી દે છે. સિંગરે મીનિમલ જુલરી, સિગ્નેચર રેડ કર્લ્સ, બ્લેક એન્ડ ગોલ્ડ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો છે.

https://www.instagram.com/reel/DUPDUV0D25f/?utm_source=ig_web_copy_link

નેટીઝન્સે ગાયિકાના લુકને હિંમતવાન ગણાવ્યો છે. દરેક વ્યક્તિએ તેણીએ રેડ કાર્પેટ પર જે આત્મવિશ્વાસ સાથે પોતાને રજૂ કર્યા તેની પ્રશંસા કરી. ગાયકે તેના લુકને મરૂન કેપ સાથે જોડી દીધો.

લેડી ગાગાએ ગ્રેમીમાં તેમના હિટ ટ્રેક Abracadabra પર પરફોર્મ કર્યું. આ ગીત તેમના 2025 આલ્બમ Mayhemમાંથી છે. તેમનું રોક વર્જન કમાલનું હતું. પરફોર્મન્સ દરમિયાન લેડી ગાગાનો લુક એકદમ ડ્રામેટિક જોવા મળી રહ્યો હતો.

ગ્રેમી એવોર્ડ્સમાં જસ્ટિન બીબરનું કમબેક થયું.તેમણે તેમના સોન્ગ YUKON પર જોરદાર પરફોર્મ કર્યું. શર્ટલેસ લુકમાં આવીને તેમણે સ્વેગ બતાવ્યો. તેમના પરફોર્મન્સ દરમિયાન સ્ટેડિયમમાં તાળિયોનો ગળગળાટ ગુંજી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર જસ્ટિનના પરફોર્મ્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

Exit mobile version