ગુજરાત માટે 48 કલાક ભારે, 20 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે: અંબાલાલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગામી 48 કલાકને અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગામી 48 કલાકને અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલાક વિસ્તારોમાં 20 ઈંચ સુધી વરસાદની પણ શક્યતા નકારી શકાય નહીં.

મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહિસાગર અને ભરૂૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજની રાત્રિથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.વરસાદનું પ્રમાણ વધુ વધી શકે છે.ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ, મહેસાણા, વિસનગર, વડનગર, કડી, કલોલ, હિંમતનગર, સાબરકાંઠા અને ઈડર વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત સાણંદ અને વિરમગામ વિસ્તારમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, હળવદ, ચોટીલા અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, આહવા, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6થી 8 ઓગસ્ટ દરમિયાન અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂૂ થઈ શકે છે.