બાબા બાગેશ્વર સામે પુરુષોત્તમ પીપરિયાની બગાવત

ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ અને 50 કરોડની સંપત્તિ અંગે પ્રશ્નો ઉઠાવી સર્જ્યો વિવાદ સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે, આવા અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા…

ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ અને 50 કરોડની સંપત્તિ અંગે પ્રશ્નો ઉઠાવી સર્જ્યો વિવાદ

સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે, આવા અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા માટે માંગ

રાજકોટમાં આગામી 5 થી 7 જૂન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને અંધશ્રદ્ધાનો કુંભ મેળો ગણાવ્યો છે.પુરૂૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું,આનંદો ભોળા ભક્તો,ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભમેળો યોજાશે. 3 વર્ષ પહેલા પણ જ્યારે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાઈ હતી ત્યારે પણ પુરૂૂષોત્તમ પીપળીયાએ વિરોધ કર્યો હતો. સહકારી અને પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાએ પ્રહારો કર્યા છે. બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ રહ્યા છીએ તેને લઈને સવાલો કર્યા છે.એ.આઈના યુગમાં કેન્સર મટાડવાની વાતો કરતા બાબાનો વિરોધ થવો જોઈએ. તેમનું કહેવું છે કે, અમે હિન્દુ ધર્મના પ્રચારનો વિરોધ કરતા નથી, અંધશ્રદ્ધાનો વિરોધ કરીએ છીએ.

પરસોતમભાઈ પીપળીયાએ કહ્યું મેં પણ અનેક મંદિરો બંધાવ્યા છે. કથામાં હનુમાનજીના ચરિત્રને વાત થતી હોય તો અમને કોઈ વાંધો નથી. આ બાબા આવીને અધશ્રદ્ધા ફેલાવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે. આ અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા જોઈએ. રેસક્રોસ મેદાન ખાતે હનુમંત કથાની તૈયારીઓ પણ શરુ થઈ ગઈછે. આ પહેલા પણ પરસોતમ પીપળીયા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યુ હતુ કે, આ વિરોધાભાસી સામાજિક વાતાવરણમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાંથી ઉદ્ભવેલા ’બાગેશ્વર ધામ’ અને તેના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (જેઓ બાબા બાગેશ્વર તરીકે પણ ઓળખાય છે) એક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ પોતાના ’દિવ્ય દરબાર’ દ્વારા લોકોના મનની વાત જાણવાનો, ભૂત-પ્રેતનો વળગાડ દૂર કરવાનો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ મટાડવાનો દાવો કરે છે. કોરોના મહામારી જેવા વૈશ્વિક સંકટ સમયે જ્યારે આ બાબાઓ કોઈ ભવિષ્યવાણી કરી શક્યા ન હતા (શાસ્ત્રીએ પોતે સ્વીકાર્યું હતું કે તેમણે હનુમાનજીને કોરોના વિશે પૂછ્યું જ ન હતું), ત્યારે પણ લોકોનો તેમના પરનો વિશ્વાસ ડગ્યો નથી.

કોઈપણ ધાર્મિક ધુરંધરોના પ્રભાવને સમજવા માટે તેમના મૂળ અને તેમની આસપાસ રચાયેલા ઇતિહાસને સમજવો આવશ્યક છે. ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ (જેઓ હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરીકે ઓળખાય છે) નો જન્મ 4 જુલાઈ 1996ના રોજ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં થયો હતો. કર્ક રાશિ ધરાવતા અને અપરિણીત એવા શાસ્ત્રી રામભદ્રાચાર્યના શિષ્ય છે અને તેઓ મુખ્યત્વે રામચરિતમાનસ અને શિવપુરાણની કથાઓના વાચન માટે જાણીતા છે. બાગેશ્વર ધામ એ ભગવાન હનુમાન (શ્રી બાલાજી) ને સમર્પિત એક પ્રાચીન સ્થળ છે, જ્યાં છેલ્લા 300 વર્ષથી દરબાર ભરાય છે અને તેને 1986 ની આસપાસ પુન:નિર્મિત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી દાવો કરે છે કે તેમને આ દિવ્ય શક્તિઓ સાધના દ્વારા અને બાગેશ્વર ધામના સ્થાપક એવા તેમના પરદાદા ’સન્યાસી બાબા’ ના આશીર્વાદથી પ્રાપ્ત થઈ છે. માત્ર 27 વર્ષની વયે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિશાળ ધાર્મિક અને આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું છે, અને તેમની અંદાજિત કુલ સંપત્તિ 50 કરોડ રૂૂપિયા (લગભગ 6 મિલિયન USD ) હોવાનું માનવામાં આવે છે.

વ્યક્તિગત મારા પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ
પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ જણાવ્યુ હતુ કે, કોઈ પણ ચમત્કારિક બાબા પોતાની પાસે આવી શક્તિઓ હોવાનો દાવો કરતા હોય, તો તે ખુલ્લેઆમ મારી પાસે આવે અને મારા પર પોતાની તમામ મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે અને તેમની સામે આવવા માટે મનથી બિલકુલ તૈયાર છું. આ પડકાર આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જનતા સમક્ષ સત્ય ઉજાગર થઈ શકે. આવા અસામાજિક તત્વો ભોળા અને મધ્યમવર્ગીય લોકોના મનમાં માત્ર ભય ફેલાવવાનું કામ કરે છે. એકવાર માણસના મનમાં ભય પેસી જાય, એટલે તે ભય અને લાચારીનો ખોટો લાભ લઈને લોકોનું મોટા પાયે આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે, જે બંધ થવું જોઈએ.

મનોવિજ્ઞાન-જાદુગીરી ભેગી કરીને ‘દિવ્ય દરબાર’ની માયાજાળ ઉભી કરાય છે
ડો.પરસોત્તમ પીસપળીયાએ જણાવ્યુ હતુ કે, મનોવિજ્ઞાન અને જાદુગરીની કળાનું આધુનિક પેકેજિંગ કરીને તેને દિવ્ય શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે લોકો શારીરિક બીમારી કે આર્થિક સંકટથી ઘેરાયેલા હોય છે, ત્યારે તેમની તાર્કિક વિચારશક્તિ ક્ષીણ થઈ જાય છે. જોકે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળેલો પ્રતિકાર દર્શાવે છે કે સમાજનો એક શિક્ષિત અને વ્યવહારિક વર્ગ હજુ પણ આ ભ્રમજાળ સામે લડવા તૈયાર છે. કાયદાકીય માળખામાં રહેલી છટકબારીઓ અને રાજકીય આશ્રય આવા બાબાઓને સુરક્ષા કવચ પૂરું પાડે છે. ભારતીય બંધારણની કલમ 51 અ (હ) દરેક નાગરિકની વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની ફરજ દર્શાવે છે. જ્યાં સુધી રાજ્ય પોતાના નાગરિકોને પૂરતી આરોગ્ય સેવાઓ, રોજગારી અને ઝડપી ન્યાય વ્યવસ્થા પૂરી નહીં પાડે, ત્યાં સુધી નિરાશ લોકો આવા ’દિવ્ય દરબારો’ માં આશ્રય શોધતા રહેશે, અને અંધશ્રદ્ધા માત્ર શિક્ષણ તથા જાગૃતિથી જ નાબૂદ થઈ શકશે.