પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગભરાવાની જરૂર નથી : તમે પણ સીએનજી ગાડી વાપરો

સમગ્ર દેશમાં હાલ ઇંધણને લઈને કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દરેક રાજ્ય આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ પગલાઓ લઈ રહ્યું છે. ગુજરાતની વાત…

સમગ્ર દેશમાં હાલ ઇંધણને લઈને કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે દરેક રાજ્ય આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ પગલાઓ લઈ રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ જે રીતે ભાવ પેટ્રોલ ડીઝલમાં વધારવામાં આવ્યો તેનાથી પેનિક બાઇંગ વધ્યું છે જે અંગે આજે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ પેટ્રોલ ડીઝલના ભાવથી ગભરાવવાની જરૂૂર નથી પરંતુ જે સંગ્રહખોરીનો પ્રશ્ન અને ફરિયાદો ઉઠી રહી છે તેનાથી દરેકે બચવું જોઈએ. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ બરાબર સમિતિ દ્વારા અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે પેટ્રોલ ડીઝલના વિકલ્પ તરીકે હાલ સીએનજી ને જોવામાં આવી રહ્યો છે.

ત્યારે વ્યક્તિગત નિર્ણય લેતા તેઓએ જણાવ્યું હતું કે 200 કિલોમીટર સુધીની યાત્રા તેઓ પોતાની ઈલેક્ટ્રીક કાર મારફતે કરશે જેથી લોકોમાં આ અંગે જાગૃતિ આવે. મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે CNG કારનો ઉપયોગ શરૂૂ કરવો ખૂબ જરૂૂરી છે જેથી તેઓ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે CNG કારનો ઉપયોગ કરશે. મળતી માહિતી મુજબ અને તેઓના જણાવ્યા અનુસાર હાલ દેશની સ્થિતિ ઘણી મજબૂત છે પરંતુ વૈશ્વિક કટોકટીની સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ થાય તે પણ એટલો જ આવશ્યક છે જેથી દેશને કોઈ અન્ય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. બીજી તરફ તેઓએ ગુજરાત માટે જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ ડીઝલનો અનામત જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને આવનારા સમયમાં વિવિધ પેટ્રોલ પંપ ઉપર જરૂૂરિયાત પ્રમાણે જથ્થો મળતો રહેશે તેથી લોકોએ ડરવાની જરૂૂર નથી.