વાલીઓ રોષિત:પ્રિન્સિપાલની ભૂમિકા ધૃતરાષ્ટ જેવી
ગોંડલની સેન્ટમેરી સ્કુલ ફરી વિવાદમાં આવી છે. સ્કુલમાં ભણતા બાળકોને કેટલાક શિક્ષકો દ્વારા લાફા મરાતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા વાલીઓ રોષીત બન્યા છે.બીજી બાજુ શિક્ષકો દ્વારા માર મરાયાની ફરીયાદો વચ્ચે સેન્ટમેરી સ્કુલનાં પ્રિન્સિપાલ ધૃતરાષ્ટની ભુમીકા ભજવી રહ્યા હોય સેન્ટમેરી સ્કુલ વિવાદમાં આવી છે. સેન્ટમેરી સ્કુલમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક શિક્ષકો દ્વારા એલકેજીથી લઇ ધો.પાંચનાં બાળકો પર નાની નાની બાબત માં હાથ ઉપાડી માર મારવાની ઘટનાઓ બની રહીછે. બાળકો ને સમજણ થી શિક્ષણ આપવાને બદલે અહી કૃરતા આચરી બાળકોને માર મરાઇ રહ્યો છે.બે દિવસ પહેલા ધો.પાંચમાં અભ્યાસ કરતા વિર નામના બાળક ને એક શિક્ષિકા એ એક,બે નહી પણ આઠ લાફા મારતા બાળક હેબતાઇ ઉઠ્યો હતો. શિક્ષકોનાં મારનાં ડરથી બાળકો સ્કુલે જતાના હોય વાલીઓ એ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.પરંતુ પ્રિન્સિપાલ દ્વારા કોઇ પગલા નહી લેવાતા બાળકો પરનો અત્યાચાર યથાવત રહ્યોછે.
અગાઉ પણ આ મુદ્દે સેન્ટમેરી સ્કુલ વિવાદમાં ફસાઈ ચુકી છે. ઉલ્લેખનીય કે કોઇ પણ વિદ્યાર્થીઓને સ્કુલમાં શિક્ષકો દ્રારા માર મારી શકાતો નથી.તેવો નિયમ હોવા છતા સેન્ટમેરી સ્કુલમાં કેટલાક શિક્ષકો મનમાની ચલાવી રહ્યા હોય સેન્ટમેરી સ્કુલ અંગે વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત થનાર છે.
