ગુજરાત

પોલીસ તંત્રનો દિવાળી તહેવારો દરમિયાન સુરક્ષાને લઈને જાહેર જનતા જોગ સંદેશો

Published

on

જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન કેટલીક સાવધાની રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. આગામી દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલાં પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂૂપીયા બેંકમાં- લોકરમાં રાખવા કે કોઈ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું, તેમજ તમારા વિશ્વાસું પાડોશી અથવા સગાસંબંધીઓને જાણ કરવી તેમજ શક્ય હોય તો સી.સી.ટી.વી. કેમેરા/ચોકીદાર રાખવા.


દિવાળીના તહેવાર દરમ્યાન પ્રવાસે જતી વખતે ઘરમાં રાખેલ કિંમતી સોના – ચાંદીના દાગીના તથા રોકડ રૂૂપિયા બેંકમાં કે અન્ય કોઈ સુરક્ષીત જગ્યાએ રાખીને જ જવુ. દિવાળી તહેવાર દરમ્યાન ફેક્ટરી વિસ્તારોમાં રજાનો માહોલ હોય, જેથી ફેક્ટરીની ઓફીસમાં કોઈ રોકડ રકમ કે અન્ય કિમંતી સામાન રાખવો નહિ. તેમજ સિક્યુરિટી ગાર્ડ તથા સીસીટીવી કેમેરાની ખાસ ખાતરી કરી લેવી.જ્યારે તમે રોડ પરથી પસાર થાવ ત્યારે કોઇ અજાણી વ્યક્તિ તમારૂૂ વાહન ઉભું રાખવાનો ઇશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે, કે ઓઇલ લીક થાય છે, તેવું કહીને ધ્યાન ભટકાવવાની કોશીશ કરે તો ખાસ એલર્ટ રહેવું. બેંક, જવેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારો કોઇ પીછો કરતું ન હોય, અને જો કોઈ બાબત શંકાસ્પદ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો.


સીસીટીવી ચાલુ હાલતમાં રહે તેની તકેદારી રાખો અને ડીવીઆર હિડન રાખવું, આઈ કોલ્ડ કે સેમસંગ કોલ્ડ માં બેકઅપ રાખવું, જેથી ડીવીઆર ને કંઈ થાય તો ફુટેજ મળી રહે. જવેલર્સ શો રૂૂમનાં માલિક કે સંચાલકે સોનાના ઘરેણા, હીરા કે પૈસા કે કોઈપણ જોખમ ક્રોસ વેરીફાઈ કર્યા વગર કોઈપણ માણસને આપવું કે મોકલાવું નહી.સાવધાન રહો, સુરક્ષિત રહો જામનગર જીલ્લા પોલીસ આપની સાથેજ અને આપના માટે છે.શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ચોરી-લૂંટની ઘટનાઓ અટકાવવા માટે જામનગર પોલીસ દ્વારા નાગરિકોને વિવિધ સાવચેતીનાં પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, નોકરીયાત વર્ગ વતન જતાં પહેલાં ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂૂપિયા બેંકમાં લોકરમાં અથવા કોઈ સુરક્ષિત જગ્યાએ રાખીને જવું. આ ઉપરાંત, પ્રવાસે જતી વખતે પણ કિંમતી વસ્તુઓને ઘરમાં ન રાખવી અને સીસીટીવી કેમેરા અને ચોકીદારની વ્યવસ્થા કરવી. ફેક્ટરીઓમાં રજાના દિવસોમાં ઓફિસમાં કોઈ કિંમતી વસ્તુઓ ન રાખવી અને સિક્યુરિટી ગાર્ડની ખાસ તકેદારી રાખવી.

રસ્તા પર વાહન ચલાવતી વખતે અજાણી વ્યક્તિઓના ઈશારાઓથી સાવધ રહેવું અને બેંકો, જ્વેલર્સ શોરૂૂમ કે આંગડિયા પેઢીમાં જતી વખતે પોતાના પર નજર રાખવી. જ્વેલર્સ શોરૂૂમના માલિકોએ સોનાના ઘરેણાં, હીરા કે પૈસા કોઈપણ વ્યક્તિને વગર ચકાસ્યા આપવા નહીં. પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.


આ ઉપરાંત, પોલીસે નાગરિકોને સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને ડીવીઆરને હિડન રાખવા સૂચન કર્યું છે. આ સાથે જ, ક્લાઉડમાં બેકઅપ લેવાની સલાહ આપી છે જેથી ડીવીઆરને કંઈ થાય તો પણ ફૂટેજ મળી રહે. દિવાળીના તહેવારોમાં ચોરી-લૂંટની ઘટનાઓ વધવાની શક્યતા હોય છે, આથી પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને નાગરિકો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version