Uncategorized

પ્રભાસની ‘સાલાર’ ફિલ્મનું ધમાકેદાર ઓપનિંગ, દર્શકોનો વ્યાપક આવકાર

Published

on

પ્રભાસ સ્ટારર ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા અને આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. તે જ સમયે, પ્રભાસ આ ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી દર્શકોના દિલ જીતી રહ્યો છે અને જે રીતે સાલારને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પ્રભાસની ફિલ્મ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરી રહી છે અને લોકો સતત આ ફિલ્મને લઈને રિવ્યુ આપી રહ્યા છે. સાથે જ એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ શાનદાર ઓપનિંગ કરી શકે છે. ઓરમેક્સ મીડિયાના અહેવાલ મુજબ, પસલાર: ભાગ 1 – સીઝફાયરથ પહેલા જ દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર રૂૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. જેમાંથી લગભગ 71.2 કરોડ રૂૂપિયા તેલુગુમાંથી હશે. જો કે બાકીના અહેવાલ મુજબ સાલાર અંદાજે 60 કરોડની ઓપનિંગ કરી શકે છે.
બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પ્રભાસની પ્રશંસા કરી છે પણ ફિલ્મને બેકાર ગનારી છે. એક કહે છે કે ફિલ્મની વાર્તા એટલી રસપ્રદ નથી પરંતુ પ્રભાસનું સ્ટારડમ ફિલ્મને બચાવવામાં સફળ રહેશે. કેટલાક યુઝર્સે કહ્યું કે આ ફિલ્મને શરૂૂઆતમાં સહન કરવું મુશ્કેલ છે પરંતુ તે પછી આ ફિલ્મ લોકોને પસંદ આવી શકે છે. સાલારને લઈને અલગ-અલગ સમીક્ષાઓ આવી રહી છે. કેટલાક લોકો આ માટે થિયેટરોમાં ઉભા રહીને તાળીઓ પાડી રહ્યા છે તો કેટલાક તેને પ્રભાસની સૌથી ખરાબ ફિલ્મ કહી રહ્યા છે.
પ્રભાસની સાલાર એક એક્શન ફિલ્મ છે. આ બે મિત્રોની વાર્તા છે. આ ફિલ્મમાં પૃથ્વી સુકુમાર પ્રભાસના મિત્રની ભૂમિકામાં જોવા મળે છે. તે જ સમયે, શ્રુતિ હાસન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version