Site icon Gujarat Mirror

આર્યનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો : છ શખ્સો ઝડપાયા

શહેરના સામાકાંઠે પેડક રોડ પર આર્યનગરમાં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા છ શખ્સોને ઝડપી પાડયા હતાં. જ્યારે વિજય પ્લોટમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પેડક રોડ પર આર્યનગર શેરી નં.21માં રહેતાં બીરૂ ન્યાહિયો આલદાર નામનો શખ્સ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા બીરૂ આલદાર ઉપરાંત ધનાજી અબાસો આલદાર, મનસુર ગુલાબભાઈ બીલવડે, સાગર બાનુદાસ દુદાળ, અશ્ર્વિન રવજીભાઈ ઢેઢી અને અક્ષય યશવંતભાઈ શિંદેને ઝડપી પાડી પટમાંથી રૂા.26600ની રોકડ કજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા દરોડામાં ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નં.11માં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતાં જયેશ ભાવુસીંગ જરીયા, અશોક માધુસંગ જરીયા, મહમદ સીદીકભાઈ પરમાર અને બકુલ બાલશંકર મહેતાને ઝડપી પાડી પટમાંથી રૂા.2110ની રોકડ કબજે કરી હતી.

Exit mobile version