Site icon Gujarat Mirror

મોરબી પંથકમાં જુગારના હાટડાઓ પર પોલીસ ત્રાટકી: 7 સ્થળેથી 32 શકુની ઝડપાયા

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે જેમાં મોરબી, વાંકાનેર અને ટંકારા પંથકમાં સાત સ્થળોએ રેડ કરી પોલીસે જુગાર રમતા 32 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે અને રોકડ રકમ જપ્ત કરી છે.

પ્રથમ રેડ બી ડીવીઝન પોલીસે મોરબીના કુબેર ટોકીઝ પાછળ કરી હતી જાહેરમાં જુગાર રમતા જગદીશ રમેશભાઈ પાટડીયા, જયપાલ મુળજીભાઈ કુંવરીયા, હિતેશ રાજુભાઈ મુંધવા, કિશન સુરેશભાઈ પરમાર અને દિનેશ ઘોઘાભાઇ વરાણીયાને ઝડપી લઈને રોકડ રૂૂ 11,300 જપ્ત કરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે હાઈવે પર આવેલ બાપાકે પ્લાઝામાં નીયોર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં કરી હતી દુકાનમાં જુગાર રમતા પરેશ જીવરાજભાઈ ગોધાણી, ફેનિલ અલ્પેશભાઈ ભાડજા, જયમલ મનસુખભાઈ સોલંકી, મેહુલ રમેશભાઈ બોડા, સતીષ મુકેશભાઈ કારેણ, સંજય મનસુખભાઈ પીપળોતર અને ચિરાગ ધીરજભાઈ કોદાવરા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂૂ 45,200 જપ્ત કરી છે.

ત્રીજી રેડ બી ડીવીઝન પોલીસે નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા અનીલ લક્ષ્મણ નારોલા અને રાહુલ વિજય લાબરીયાને જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂૂ 350 જપ્ત કરી છે ચોથી રેડ વાંકાનેર સીટી પોલીસે સિંધાવદર રોડ અમરાસર ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા દેવા કાનાભાઈ ગરિયા, સાગર કાળુભાઈ બાબરિયા, જીતેશ મગનભાઈ રાઠોડ, ગૌતમ કેશવલાલ મકવાણા, રામજી કેશુભાઈ મકવાણા, રતાભાઈ કાનાભાઈ ગમારા અને અશોક મોતીભાઈ કાટોડીયાને ઝડપી લઈને રોકડ રૂૂ 52,700 જપ્ત કરી છે પાંચમી રેડ વાંકાનેર સીટી પોલીસે દાતાર વિસ્તાર મફતિયાપરામાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમશા રસુલશા શાહમદાર અને શામજી નાગજી વાઘેલાને ઝડપી લઈને રોકડ રૂૂ 1660 તેમજ બાઈક કીમત રૂૂ 30 હજારનો મુદામાલ કબજે લીધો છે.

છઠ્ઠી રેડ ટંકારા પોલીસે દેવીપુજક વાસ ચોરા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા રણજીત ચતુરભાઈ વિકાણી, વિજય સુનીલભાઈ વિકાણી, તુલસી રામજીભાઈ વિકાણી, ઘનશ્યામ દેવરાજભાઈ વિકાણી, ભગવાનજી રાજેશભાઈ વિકાણી અને કિશન મનોજભાઈ દેલવાડીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂૂ 10,700 જપ્ત કરી છે સાતમી રેડ ટંકારા પોલીસે હડમતીયા ગામની સીમમાં ઘુનડા જવાના રસ્તે કરી હતી જાહેરમાં જુગાર રમતા જેરાજ ઉર્ફે જેરામ મોહનભાઈ ખાખરીયા, સાગર કાનજીભાઈ ખાખરીયા અને કાનજી પ્રેમજી ખાખરીયાને ઝડપી લઈને રોકડ રૂૂ 23,200 અને મોબાઈલ 1 કીમત રૂૂ 5000 સહીત કુલ રૂૂ 28,200 નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી પ્રવીણ ઉર્ફે ગુડો ગગજીભાઇ વાઘેલા નાસી ગયો હતો.

 

Exit mobile version