રસ્તાઓ ઉપર અંધાધૂંધી, ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્ત

રાજકોટમાં દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ચિક્કાર ખરીદી નીકળતા રાત્રે 8 વાગ્યા બાદ નાના મોટા તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને ઠેર-ઠેર…

રાજકોટમાં દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ચિક્કાર ખરીદી નીકળતા રાત્રે 8 વાગ્યા બાદ નાના મોટા તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અને ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળે છે. ખરીદી કરવા નીકળેલા લોકો લાંબો સમય સુધી ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા અને ધુમાડા તથા કર્કસ હોર્નના અવાજથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. શહેરમાં તહેવારોના કારણે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા વિશેષ આયોજન કરાયુ છે. પરંતુ ટ્રાફિક વ્યવસ્થા ટૂંકી પડતી હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

રાજકોટમાં દીવાળીની ખરીદી માટે મુખ્ય પાંચ બજાર છે. ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, સોનીબજાર, પેલેસ રોડ અને યાજ્ઞિક રોડ. જ્યા સામાન્ય દિવસોમાં પણ ખરીદી કરવા જતા લોકોને વાહન દૂર મુકીને એકથી દોઢ કિલોમીટર નછૂટકે પદયાત્રા કરવી પડે છે. તહેવારના દિવસોમાં તો વાહન પાર્કિંગની આ ઉપાધિ શિરદર્દ સમાન બની જાય છે. ખાસ કરીને દીવાળીના દિવસોમાં. હાલ આવી જ સમસ્યા વચ્ચે ઘેરાયેલા લોકો આ મુખ્ય પાંચ બજારમાં જતા પહેલાં સો વખત વિચાર કરે છે. ક્યાં રસ્તેથી જવુ? વાહન પાર્કિંગ ક્યાં કરવુ? ભૂલે ચુકે પણ, અજાણતામાં જો વાહન ક્યાંક પાર્ક થઇ ગયુ અને ટ્રાફિક પોલીસ પોઇંગ કરી જશે તો? આવી તો અનેક મુંઝવણ સાથે રાખીને લોકોને ઘરેથી નીકળવુ પડે છે. આવા સમયે યાદ આવે છે મનપાએ દસ વર્ષ પહેલા આ બજાર વિસ્તાર માટે કરેલુ ટ્રાફિક મેનેજમેન્ટ, કે જે હજુ સુધી માત્ર કાગળ પર જ રહેલુ છે અને દર વર્ષે દીવાળીના દિવસો આવે એટલે જટિલ રોગની જેમ શહેરીજનોને ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાની અસહ્ય પીડાથી પીડાવુ પડે છે. આ સમસ્યાને જડમુળથી ઉખેડવા માટે કાગળ પરનું આયોજન આવતી દીવાળી સુધીમાં સાકાર થઇ જાય તે માટે મહાપાલિકા અને પોલીસ તંત્રે સયુંક્ત રીતે સ્થાનિક વ્યાપારી સંગઠનોને સાથે રાખીને કરે એ જરૂૂરી બની ગયુ છે.

ધમેન્દ્ર રોડ, ઘી ર્કાંટા રોડ, બંગડીબજાર, કાપડ માર્કેટ રાજકોટની મુખ્ય બજાર છે. દીવાળીના એક મહિના અગાઉથી જ અહીં ખરીદીનો ધમધમાટ શરૂૂ થઇ જાય છે. અહીં એકબાજુ ત્રિકોણબાગથી, બીજીબાજુ જ્યુબિલી તરફથી અને ત્રીજી બાજુ પેલેસ રોડ તરફથી બજારનો મુખ્ય પ્રવેશ થાય છે. બજાર શરૂૂ થાય ત્યાં ત્રણેય બાજુથી ચક્કાજામ જેવી હાલત થાય છે. વાહન લઇને નીકળવાનું તો દૂર, પગપાળા જવામા પણ ધક્કામુક્કી થાય તેવી સ્થિતિ હાલ દિવાળીના દિવસોમાં થાય છે. અહીં એકમાત્ર ત્રિકોણબાગ ચોકમાં જ ફોર વ્હીલ માટે પાર્કિંગની સુવિધા છે. જ્યારે ટુ વ્હીલ માટે એકી તારીખ અને બેકી તારીખ એમ રોડની એક જ બાજુ પાર્કિંગનું જાહેરનામુ છે. આમ છતા પાર્કિંગની જગ્યાના અભાવે રોડની બન્ને બાજુ વાહનના ખડકલા થઇ જાય છે.

યાજ્ઞિક રોડ પર વાહન પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક સર્વેશ્વર ચોકમાં અને એક જાગનાથ પોલીસ ચોકીથી ટાગોર રોડ જતા ડો.દસ્તુરમાર્ગ પર પે એન્ડ પાર્કિંગ બનાવાયુ છે. છતા હજુ પણ મુખ્ય યાજ્ઞિક રોડ પર વાહન પાર્કિંગ થવાનું ચાલુ જ રહેતા સમસ્યા યથાવત જ રહી છે. ખાસ કરીને એસ્ટ્રોન રોડ, જાગનાથ મંદિર, સર્વેશ્વર ચોકને લાગુ હીરાપન્ના કોમ્પ્લેક્સ અને છેક ઇમ્પિરિયલ હોટલ સુધીનો જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ રહે છે. અહીં વાહન પાર્ક ક્યા કરવુ એ માથાના દુ:ખાવારૂૂપ બની જાય છે. સાતમ-આઠમ કે દીવાળી જેવા તહેવારમાં જો ભૂલે ચુકે પણ આ રોડ પર ચડી ગયા એટલે બબ્બે કિલોમીટર ચક્કાજામમાં ફસાયેલુ રહેવુ પડે છે. મેઇન રોડને લાગુ એપ્રોચ રસ્તા પરથી પણ નીકળી શકાતુ નથી.

ગુંદાવાડી : સાંકડી બજાર, ગીચ વિસ્તાર, પાર્કિંગની કોઇ સુવિધા નહીં
ધર્મેન્દ્ર રોડ અને પરબજારની જેમ જ ગુંદાવાડી શહેરની મુખ્ય બજાર બનતી જાય છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાંથી હટાણુ કરવા આવતો વર્ગ વધુ હોય છે. સામાન્ય દિવસોમાં પણ ખરીદીની ભીડ હોય છે. તહેવારના દિવસોમાં અને ખાસ કરીને દીવાળીની ઘરાકીમાં અહીં પણ મુકી શકાતો નથી. અહીં અન્ય બજાર વિસ્તાર કરતા પણ પાર્કિંગની પેચીદી હાલત છે. વાહન ક્યાંય દૂર દૂર સુધી પાર્કિંગ કરવા પડે છે. મોટાભાગે કેનાલ રોડ અને પેલેસ રોડ પર જ વાહનના ખડકલા થઇ જાય છે. પરિણામે અહીં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. પેલેસ રોડ અને કેનાલ રોડને એપ્રોચ રોડ પર કરણપરા સહિતનો રહેણાંક વિસ્તાર આવેલો છે. શેરી-ગલ્લીમાં વાહન પાર્ક થવા લાગતા રહેણાંક વિસ્તારના લતાવાસીઓ માટે મુસીબત બની જાય છે.