હરભજનસિંહની પત્ની ગીતા બસરાની બિગ બોસમાં એન્ટ્રી

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ નથી જાણતું? લાખો લોકો આજે પણ તેની સુંદરતાના ચાહક છે. તે ભલે લાંબા સમયથી…

બોલિવૂડની સુંદર અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને કોણ નથી જાણતું? લાખો લોકો આજે પણ તેની સુંદરતાના ચાહક છે. તે ભલે લાંબા સમયથી પડદાથી દૂર હોય, પરંતુ તેની ચમક હજુ પણ અકબંધ છે. ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનાર ગીતા બસરા બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેવી અટકળો ચાલી રહી છે.

ગીતા બસરાનો જન્મ 13 માર્ચ 1984ના રોજ થયો છે. તે એક બ્રિટિશ ભૂતપૂર્વ અભિનેત્રી છે જે બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમણે પહેલી વાર 2006માં ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ દિલ દિયા હૈ માં જોવા મળી હતી, જેમાં તે એક છોકરીની ભૂમિકા ભજવી હતી. જેને તેના પ્રેમી દ્વારા વેશ્યાવૃત્તિમાં વેચવામાં આવે છે.તેની બીજી રિલીઝ, ધ ટ્રેન (2007) માં પણ હાશ્મીની વિરુદ્ધ હતી. તેમણે રોમાની ભૂમિકા ભજવી હતી, જે એક કામ કરતી સ્ત્રી છે જે લગ્નેત્તર સંબંધમાં ફસાઈ જાય છે.