દિવાળીના તહેવાર પૂર્વે મોરબી એલસીબી ટીમે અમરેલી રોડ પર ઇંટોના ભટ્ઠા નજીક દારૂૂના કટિંગ સમયે રેડ કરી 5616 બોટલ દારૂૂ અને 4608 બીયરના ટીનનો જથ્થો ઝડપી લઈને 46 લાખથી વધુનો દારૂૂ તેમજ ટ્રક, ત્રણ ટ્રેક્ટર અને બાઈક સહીત 81.11 લાખનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે તો અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ નવરાત્રી અને આગામી દિવાળીના તહેવાનોને ધ્યાને લઈને પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વિસીપરા અમરેલી રોડ ઇંટોના ભઠ્ઠા વાડી વિસ્તારમાં દારૂૂનો ટ્રક ઉતારી દારૂૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી દારૂૂના કટિંગ સમયે પોલીસની ટીમે રેડ કરતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી એલસીબી ટીમે સ્થળ પરથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 5616 બોટલ કીમત રૂૂ 41,10,288 અને બીયર ટીન નંગ 4608 કીમત રૂૂ 5,76,000 સહીત 46.86 લાખનો દારૂૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો હતો.
દારૂૂ અને બીયરના જથ્થા ઉપરાંત ટ્રક આરજે 14 જીએચ 0333 કીમત રૂૂ 25 લાખ, ટ્રેક્ટર ટ્રેલર સાથેના 3 અને અલગ અલગ કંપનીના 4 મોટરસાયકલ તેમજ એક મોબાઈલ સહીત કુલ રૂૂ 81,11,288 નો મુદામાલ જપ્ત કરી આરોપી સંદીપ ભૂપત અગેચણીયા રહે મોરબી 2 વિસીપરા કુંભારવાડા વાળાને ઝડપી લીધો હતો અન્ય આરોપીઓ ટ્રક ચાલક, રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચણીયા અને અક્ષય બાબુભાઈ અગેચણીયા રહે બંને મોરબી વિસીપરા તેમજ ત્રણ ટ્રેક્ટર ચાલક અને ચાર બાઈક ચાલક ઉપરાંત ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી મોકલનાર સહિતના ઇસમોના નામો ખુલતા એલસીબી ટીમે બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે અને દિવાળી પર્વ નજીક છે ત્યારે બુટલેગરોએ દિવાળીના તહેવારોમાં દારૂૂની ખેપ પૂરી પાડવા દારૂૂ ભરેલ ટ્રક મંગાવ્યો હતો અને દારૂૂનું કટિંગ ચાલતું હતું ત્યારે મોરબી એલસીબી ટીમે મોરબી અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠે કટિંગ થાય તે પૂર્વે જ દારૂૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.
