ઉદ્યોગનગર વિસ્તારમાં ઘર નજીક રમતી બાળાને પાડોશી સગીરે ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું
પોરબંદર શહેરના ઉદ્યોનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શેરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં જ રહેતાં એક 12 વર્ષના તરૂણે માત્ર 4 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્યોનગર પોલીસ મથકની હદમાં આવતાં એક રહેણાંક વિસ્તારમાં આ શરમજનક કિસ્સો બન્યો હતો. ભોગ બનનાર ચાર વર્ષની બાળકી જ્યારે તેના ઘર પાસે રમતી હતી ત્યારે પાડોશમાં રહેતાં 12 વર્ષના કિસોરે તેણે પોતાની હવસનો શિકાર બનાવી હતી. બાળકીની તબિયત લથડતાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. બાળકીની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગરની પોલીસે તાત્કાલીક ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સંબંધીત જુવેનાઈલ જસ્ટીસ એકટ અને પોકસો એકટની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
