rajkot

રાજકોટ અને ધ્રોલમાંથી નવ વાહનોની ચોરી કરનાર બેલડીને ઝડપી લેતી પોલીસ

Published

on

રાજકોટ અને ધ્રોલમાંથી નવ ટુવ્હીલરની ચોરી કરી તરખાટ મચાવનાર બે આરોપીઓ ભાવેશ ઉર્ફે ભરત કનૈયાલાલ ત્રિવેદી (ઉ.વ.35, રહે. અંબિકાપાર્ક, હનુમાનમઢી પાસે, મૂળ જામખંભાળિયા) અને કેવીન ઉર્ફે કેપી રમેશ પીપળવા (ઉ.વ.27, રહે. કેવડાવાડી શેરી નં.4/20નો ખૂણો)ને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લીધા હતા.
એલસીબી ઝોન-રના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરીમાં જમાદાર રાહુલભાઈ ગોહેલ અને જયપાલસિંહ સરવૈયા વગેરેને મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.એચ. ઝાલાએ બંને આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી 4 બુલેટ, 4 એકટીવા અને 1 બાઈક મળી કુલ 9 ટુ વ્હીલર ઉપરાંત બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂા.7.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને આરોપીઓએ રાજકોટના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત ધ્રોલમાંથી આ તમામ વાહનોની ચોરી કરી હતી. બંને આરોપીઓ ચોરી કરતી વખતે પોતાનો ચહેરો ઢાંકી દેતા હતા.બને ત્યાં સુધી સોસાયટીના અંદરના માર્ગોનો ઉપયોગ કરી સીસીટીવી કેમેરાની નજરમાં ન આવે તે રીતે ચોરીઓ કરતા હતા.બંને આરોપીઓ પાસેથી પોલીસે માસ્ક, સ્વેટર, કાળા કલરની દોઢેક ફુટ જેટલી લાંબી લોખંડની સ્ટીક પણ કબજે કર્યા છે. આરોપી કેવીન એકાદ વર્ષ પહેલાં એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા આપઘાતની ફરજ પાડવાના ગુના ઉપરાંત જુગારના કેસમાં પકડાઈ ચૂકયો છે. બંને આરોપીઓએ જે નવ વાહનો ચોરી કર્યાની કબુલાત આપી છે તેમાંથી આઠ ગુના દાખલ થયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આરોપીઓ ચોરાઉ બાઇક પાણીના ભાવે વેચી રોકડના સરખા ભાગ પાડી લેતા

બંને આરોપીઓ ખાસ કરીને મોડી રાતના સમયે જુદા-જુદા વિસ્તારોમાં જઈ રેકી કરી હેન્ડલ લોક વગરના વાહનો શોધી કાઢતા હતા. ત્યારબાદ આજુબાજુ કોઈ નથી તેની ખાત્રી કર્યા બાદ આ વાહન દોરીને સોસાયટીનાં અંદરના રસ્તાઓ મારફત થોડે દુર જઈ સંતાડી દેતા હતા.બીજા દિવસે તે વાહનની ચાવી બનાવી તેને ઉપાડી જતાં હતા.આ પછી આ વાહનો પોતાના પરિચીતોને પાણીના ભાવે વેચી જે રકમ આવે તેના સરખા ભાગ પાડી લેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version