Site icon Gujarat Mirror

શાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરી

રૈયાધાર શાંતિનગરના ગેઇટની પાસે જાનવી સેન્ટિંગ નામના ગોડાઉનમાંથી એક લાખની 80 લોખંડની પ્લેટો ચોરી કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે ચોરી અંગે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,મવડીના સ્વામીનારાયણ પાર્કમાં રહેતા વિશાલભાઇ કીશોરભાઇ લાડવા(ઉ.વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારે સેન્ટીંગ નો માલ સામાન ભાડે આપવાનો જાન વી સેન્ટીંગ નામથી વ્યવસાય કરુ છુ.અને અમારી કામગીરી બાંધકામ સાઇટોમાં ઓર્ડર પ્રમાણે સેન્ટીંગનો માલ સામાન ભાડે આપવાનો છે.અમારી જાનવી સેન્ટીંગ નું ગોડાઉન દિવાલ થી ફરતે બાંધેલ ખુલ્લુ તથા એક તરફ પતરાવાળુ ગોડાઉન કામધેનુ સોસાયટી જલારામ ચોક ની બાજુમાં શાંતીનગર ના ગેઇટ ની પાસે આવેલુ છે.

ગઇ તા.01/09સવારના હું મારા ગોડાઉને આવેલ બાદમાં ગોડાઉનમાં રાખેલ ત્રાપા (લોખંડ ની પ્લેટો) ની જગ્યા પર જોતા મને ઓછી લગતા ગણતરી કરતા નાની મોટી સાઇઝની 80 ત્રાપા (લોખંડ ની પ્લેટો) ઓછી હતી જેથી મેં મારા ગોડાઉનમાં તેમજ આજુબાજુમાં ચેક કરતાં ત્રાપા (લોખંડ ની પ્લેટો) મળી આવેલ નહીં.જેની આશરે કિંમત રૂૂ. 1,00,000/- જેટલી ગણાય જેની કોઇ અજાણ્યો વ્યકિત ચોરી કરી લઇ ગયો હોય જેથી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version