ગુજરાત

Ph.D મેરિટ લિસ્ટની હોળી કરતી કોંગ્રેસ

Published

on

પ્રવેશ પ્રક્રિયાનો અંતિમ તબક્કો રદ કરવા માગણી, નિયમો વિરુદ્ધ પ્રવેશ પ્રક્રિયાનો આક્ષેપ

પીએચડીના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ મેરીટ લિસ્ટમાં વિસમતા હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે આજે આ મેરીટ લિસ્ટની યુનિવર્સિટી કેમ્પસમાં હોળી કરી વિરોધ બતાવ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે યોજાનાર પીએચડીની પ્રવેશ પ્રવેશ પ્રક્રિયામાં ઇચ્છુક વિદ્યાર્થી ઉમેદવારોએ એન્ટ્રેન્સ ટેસ્ટ અને મેરીટ ટેસ્ટ આપ્યા બાદ જે તે વિષયો પ્રમાણે ભરવા પાત્ર જગ્યાઓ અને મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ છેલ્લા બે દિવસથી ડીઆરસી શરૂૂ થઇ છે.

ઉપરોક્ત પ્રવેશ પ્રક્રિયામાં અમુક ગંભીર ભૂલો શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહી છે. અનેક ઉમેદવારોને સીધો અન્યાય થયાનુ બહાર આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જે તે વિષયોમાં યુ.જી.સી.ની ગાઇડલાઇન મુજબ અનામત સીટોનુ રોટેશનના નિયમનુ પાલન કરવામાં આવ્યું નથી. જેથી જે તે વિષયોમાં ભરવા પાત્ર જગ્યાઓ સામે કેટેગરી મુજબ પ્રવેશ આપવો જોઈએ અન્યથા સમગ્ર ભરતી ગેરલાયક ઠરે તેમ છે.

યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયાની પહેલા જે તે વિષયોમાં ભરવા પાત્ર જગ્યાઓ મુજબ પ્રવેશ આપવામાં નથી આવ્યો. ઉદાહરણ તરીકે ગઈકાલે ઇતિહાસ ભવનમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનુ અંતિમ લિસ્ટમાં કુલ 6 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને યુનિ.એ જાહેર કરેલ લિસ્ટમાં 7 જગ્યાઓ પ્રવેશ આપવા પાત્ર દર્શાવી હતી! તો આ એક સીટમાં કેમ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં ના આવ્યો ? કે પછી પાછલા દરવાજે ઓળખીતાને ભરવા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે ? તેઓ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે.

ઉપરોકત દર્શાવેલ બાબતો ગંભીરતાથી ધ્યાને લઇ આ પ્રવેશ પ્રક્રિયામાં અંતિમ તબ્બકો ફરીથી નિયમોનુસાર યોજવામાં આવે અન્યથા કોંગ્રેસ દ્વારા કોર્ટના દ્વારે જઈ અન્યાય થયેલ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા ચીમકી આપવામાં આવી છે. આજના પીએચડી મેરીટ લીસ્ટ હોળીના કાર્યક્રમમાં કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત, યશ ભીંડોરા, રાજ સીંગાળા, મોહીબ સેતા, બારડ પ્રદ્યુમ્ન સહીત અનેક વિદ્યાર્થીઓ કાર્યકરો જોડાયા હતા. અને રજિસ્ટારને રજુઆત કરી આ ભરતીનો અંતિમ તબબકો રદ કરવા ઉગ્ર માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version