PGVCLનો સપાટો: શહેરમાંથી 4 દી’માં 364 કનેકશનમાંથી 1.48 કરોડની ચોરી પકડી

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો- જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

આજ રોજ એટલેકે તા. 06.07.26 થી તા. 10.07.26 દરમિયાન આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર-1, 2 અને 3 વિભાગીય કચેરી હેઠળની આજી-1, આજી-2, પ્રહલાદ પ્લોટ, મોરબી રોડ, કોઠારીયા રોડ, માધાપર, બેડીનાકા, રૈયા રોડ, પ્રદ્યુમન નગર, ઉદ્યોગનગર, વાવડી, ખોખડદળ, મવડી રોડ, મોટા મવા, કાલાવાડ રોડ વગેરે પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, શિવ પાર્ક, કર્મચારી સોસાયટી, હાઉસીંગ ક્વાર્ટર, વૃંદાવન સોસાયટી, પુનીતનગર સોસાયટી, મધુવન સોસાયટી, ન્યુ ભારત સોસાયટી, શાનેશ્વર સોસાયટી, ગોવિંદરત્ન ગ્રીન સિટી, ખોડલ ચોક, 80 ફૂટ રોડ, ખોડલધામ-2, શીતાલાધાર સોસાયટી, ખોડલધામ-5, બીલેશ્વર પાર્ક, કોઠારીયા મેઈન રોદ, કણકોટ રોડ, કાલાવાડ રોડ, ન્યારી ડેમ રોડ, અંકુર સોસાયટી, આરએમસી આવાસ યોજના, સાગર સોસાયટી, ભરતવન સોસાયટી, જંગલેશ્વર સોસાયટી શેરી નં. 1 થી 10, તક્ષશિલા, સાગર નગર, માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, મંછાનગર, કબિર ટેકરી, પુજારા પ્લોટ વિસ્તાર, ભક્તિનગર સોસાયટી, માસ્તર સોસાયટી, પત્રકાર સોસાયટી, એક્ઝાનનગર, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, ભોમેશ્વર પ્લોટ, નવલનગર વિસ્તાર, આનંદ બંગલા ચોક વિસ્તાર, ઠકરબાપા હરીજનવાસ, ભીલવાસ ચોક, ફૂલછાબ ચોક, માધવ વાટિકા, સુંદરમ સિટી, શક્તિ સોસાયટી, સુંદરમ ગોલ્ડ,ચંદ્રશેખર આવાસ, સરદાર પટેલ પાર્ક, પ્રમુખ રાજ, ભરડીયા વિસ્તાર, લાપાસરી ગામ,માધવ પાર્ક, દર્શન પાર્ક, ગુલમહોર પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ઇન્ડીયન પાર્ક આવાસ, નાગબાઈ પરા, નુરાનીપરા,, સોલવંટ ફાટક, માલધારી ફાટક, દીનદયાલ ક્વાર્ટર, શ્રીનાથજી પાર્ક, નંદનવન પાર્ક, ગોવિંદરત્ન શેરી, માધવ પાર્ક, મણીનગર, વ્રજ્માલધારી સોસાયટી, બાપા સીતારામ ચોક, મનોહર સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, દિવાનપરા મેઈન રોડ, લાખાજીરાજ રોડ, કવિ નાનાલાલ માર્ગ, યદુનંદન સોસાયટી, નંદનવન સોસાયટી, ભગવતીપરા વિસ્તાર, મહેશનગર, સંજયનગર, કબીરવન મેઈન રોડ વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 178 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 3595 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 364 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 148.87 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.