અમરેલી
લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી
લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ તૈયાર કરી પેટ્રોલ ડિઝલ મેળવી લઇ તેમજ ફાઇનાન્સમાથી લોન સહિત કુલ રૂૂપિયા 49 લાખ રકમ અંગત વપરાશમા ઉપયોગ કરી છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. રહીમભાઇ જમાલભાઇ રાધનપરા (ઉ.વ.59) નામના આધેડે લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ચાવંડ નજીક નુરી પેટ્રોલપંપ ધરાવે છે. પંપમા મેનેજર તરીકે નોકરી કરતા ગુલામએહમદ દિલારભાઇ જાખરા નામના શખ્સે નોકરી દરમિયાન પંપના નામે તેમની સહીવાળુ ખોટુ એફિડેવીટ તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ કરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમા આપી પર્ચેસ ઓર્ડર મેળવી 24 લાખનુ પેટ્રોલ ડિઝલ વેચાણ કર્યુ હતુ.
આ ઉપરાંત ચાવંડ ખાતે બેંકમા સીસી ખાતાની રકમ 4 લાખ મેળવી લીધી હતી અને ફાઇનાન્સમાથી રૂૂપિયા 16,14,005ની લોન મેળવી લીધી હતી અને અમુક હપ્તા ભર્યા હતા બાકીની 11,63,232 વ્યાજ સહિતની રકમ બાકી રાખી હતી. તેણે લાઠીની એક બેંકમાથી પણ 9,50,513ની લોન મેળવી લીધી હતી.
આમ તેણે કુલ 49,13,745ની રકમ અંગત વપરાશમા ઉપયોગ લઇ છેતરપીંડી આચરી હતી. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એચ.જે.બરવાડીયા ચલાવી રહ્યાં છે.