ગુજરાત
રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીની 14 દુકાનોમાં ચકાસણી હાથ ધરી 10 એકમોને લાયસન્સ અંગે નોટીસ આપી કોઠારિયા રોડ ઉપર રિધમ વડાપાઉમાંથી વાસી સોસ અને પાંઉનો 6 કિલો જથ્થો ઝડપી તેનો સ્થળ પર નાશ કરી અલગ અલગ ત્રણ સ્થળેથી સંભાર, ટોમેટો ચટણી અને સરબતના સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્વાતી બગીચા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ “રિધમ વડાપાઉં” પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય સોસ તથા પાઉં નો અંદાજીત 06 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્વાતી બગીચા સામે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ “રાધે શ્યામ પાણિપુરી” તથા “શ્રધ્ધા અમેરિકન” પેઢીની તપાસ કરતા બંને પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઓસ્કાર સીટી-2, શોપ નં.05, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ “દેવી મદ્રાસ કાફે” પેઢીની તપાસ કરતા લાઇસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તિરુપતિ સોસાયટી શેરી નં.4, અમૃતધારા, રૈયા રોડ, રાજકોટ મુકામે આવેલ “આયુષ એન્ટરપ્રાઇઝ” પેઢીની તપાસ કરતા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમૂલ સર્કલ થી હુન્ડાઇ શો-રૂૂમ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 14 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 50 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.