કોડીનાર વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરના સમયે 47 વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી 6,722 સાચા મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવાના કાવતરું બહાર આવતા આ અંગે જે તે સમયે કોડીનાર મુસ્લિમ સમાજ દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાયા બાદ અરજદાર મહેદીહસન નકવી દ્વારા આ અંગે કોડીનાર મામલતદાર, જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ મથકે લેખિત ફરિયાદો કરી હોવા છતાં આ ગંભીર બનાવ માં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આખરે કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખ નકવી મેહંદી હસન સૈયદ મહેમૂદે આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવી ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે કમી કરવાના મોટા કાવતરાનો પર્દાફાશ થતા અરજદાર દ્વારા પિટિશન માં જણાવ્યા મુજબ માત્ર કોડીનાર વિસ્તારમાં 47 વ્યક્તિઓ દ્વારા સંગઠિત થઈ નિશ્ચિત સમુદાયને ટાર્ગેટ કરી ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી 6,722 જેટલા નામ કમી કરવા માટેની અરજીઓ કરીને હજારો સાચા મતદારોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ કરી એક ચોક્કસ સમુદાયના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવી ફોર્મ નંબર 7 ભરનારાઓ એ કોઈપણ ચકાસણી કે પુરાવા વગર ખોટા સોંગધનામાં(False Declarations) કરી હોવાના આક્ષેપો કરી ફોર્મ નં. 7માં ખોટી વિગતો આપનાર જવાબદાર વ્યક્તિઓ સામે છRepre sentation of the People Act, 1950અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી ગુનો નોંધવા માંગ કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવીને રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી છે. અને આ મામલે વધુ સુનાવણી 07 જુલાઈ 2026 ના રોજ નિયત કરવામાં આવી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જઈંછમાં અમુક 47 લોકો દ્વારા મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના ષડ્યંત્ર કરવામાં આવતા કોડીનારના મુસ્લિમ મતદારો એ આ અંગે જાગૃતિ દાખવી પોલીસ ફરીયાદ સહિતની કાર્યવાહી કરતા અને તંત્ર દ્વારા પૂરતી તપાસ ના અંતે તમામ ખોટી અરજીઓ કાઢી નાખી એકપણ મતદારનું નામ કમી કરવામાં આવ્યું ન હોય તેમ છતાં તંત્ર અને મતદારોને ખોટી રીતે હેરાન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે તે માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાનું અરજદારે જણાવ્યું હતું.
