ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહ દર્શનના નામે બેફામ બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે. નાયબ વન સંરક્ષક તથા મદદનીશ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જ દ્વારા હાથ ધરાયેલા સઘન નાઈટ પેટ્રોલિંગ દરમિયાન રસુલપરા નજીક પ્રતિબંધિત જંગલવિસ્તારમાંગેરકાયદે સિંહ દર્શન કરતા બે શખ્સોને વન વિભાગની ટીમેઝડપી પાડ્યા છે.
આ સમગ્ર કામગીરી જસાધાર રેન્જના અધિકારી જે.સી. બાંભણિયા અને વન રક્ષક જે.સી. ભાલિયાની ટીમની સતર્કતાને આભારી છે. વન વિભાગની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ બાબતે જસાધાર RFO કુલદીપ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “રસુલપરા વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવામાં આવતું હોવાની પાક્કી માહિતી મળી હતી. આ માહિતીના આધારે તાત્કાલિક સ્ટાફને ખાસ પેટ્રોલિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.ગેરકાયદે પ્રવેશ કરીને સિંહ દર્શન કરતા બંને શખ્સોને ઝડપીપાડવામાંસફળતા મળી છે. બંને સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને રૂૂ. 50,000ની એડવાન્સ રિકવરી વસૂલ કર્યા બાદ મુક્તકરવામાં આવ્યા હતા. તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદે સિંહ દર્શન કરાવનારા કે દર્શન કરવા આવનારા કોઈપણ ઈસમને બક્ષવામાં આવશે નહીં. રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે અને ડ્રોન સર્વેલન્સ સહિત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધારવામાં આવ્યો છે. ગીરમાં કાયદો તોડનારા સામે હવે ’ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે.
