શાંતિ કરારથી વિશ્ર્વભરના બજારોમાં રોનક, સેન્સેક્સ-સોના-ચાંદીમાં ઉછાળો

ક્રૂડનો ભાવ પણ ઘટીને 83 ડોલર, સેન્સેક્સ 1300 અંક ઉછળ્યો અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત…

ક્રૂડનો ભાવ પણ ઘટીને 83 ડોલર, સેન્સેક્સ 1300 અંક ઉછળ્યો

અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી મૂકવાના સંકેતો વચ્ચે આજે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોને ભારે નફો બુક થયો છે.
વૈશ્વિક મોરચે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ ના અહેવાલોની ભારતીય શેરબજાર પર સીધી અને વ્યાપક સકારાત્મક અસર જોવા મળી છે. ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરીથી વ્યાપારી જહાજો માટે ખૂલવાના સમાચારથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ લાઈવ માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.

આજે માર્કેટ ખૂલતાની સાથેજ સેન્સેક્સ જોતજોતામાં 76,821.07 ની હાઈ સપાટીને સ્પર્શી લીધી હતી. એટલે જે સેન્સેક્સમાં આજે 1294 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. બીજી બાજુ નિફ્ટી પણ આજે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે અને 24,000 ની સાયકોલોજિકલ સપાટી પણ ક્રોસ કરી લીધી હતી. આજે નિફ્ટીમાં કુલ 389 પોઈન્ટની તેજી આવી હતી. બીજી બાજુ બેંક નિફ્ટી પણ 900 પોઇન્ટ અને મિડકેપ નિફ્ટીમાં પણ 950 પોઇન્ટની તેજી જોવા મળી છે. ઇંધણના ભાવ સ્થિર થવાની અને સંગ્રહખોરી અટકવાની આશાએ બેન્કિંગ, ઓટો, આઇટી અને એનર્જી સેક્ટરના શેરોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી રહી છે,જેને કારણે બજાર નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે.

બીજી બહુ સોના ચાંદીના પણ જોરદાર તેજી જોવા મળી છે. સોનામાં આજે પ્રતિ 0 ગ્રામ 3090 નો વધારો નોંધાયો હતો જ્યારે ચાંદીમાં 7000 નો વધારો નોંધાયો છે. જ્યારે ડોલરની સરખામણી માં રૂૂપિયો 50 પૈસા સુધર્યો છે. દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ન ભાવમાં પણ આજે ગાબડા પડ્યા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5% ના ઘટાડો થતા ક્રૂડનો ભાવ 83 ડોલર સુધી આવી ગયો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત શાંતિ કરાવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિશ્વભરના શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતના શેર બજારમાં તેજીની સાથે શરૂૂઆત થયા બાદ એશિયન દેશોના શેરબજારમાં પણ તેજી જોવા મળી રહે છે. જાપાનના શેર માર્કેટમાં 3300 પોઇન્ટ ની તેજી જોવા મળી રહે છે જ્યારે ચાઇના હોંગકોંગ ના શેર બજાર પણ પોઝિટિવ વલણ સાથે ખુલ્યા છે. કોરિયાના શેર બજારમાં પણ 440 અંક વધ્યો છે. એશિયન બાર્કેટની સાથે સાથે બપોરે યુરોપ માર્કેટમાં ભારે તેજી શરૂૂઆત થઈ શકે છે.