ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત

પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…

પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર

ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને વિશ્વાસમાં લઈ મોબાઈલ એપ્લિકેશન મારફતે બેંક ખાતા ખાલી કરી રૂૂ. 59,200 ની સુનિયોજિત છેતરપિંડી આચરનાર પિતા-પુત્રની ઠગ ટોળકીનો ભેદ ઉના પોલીસે ઉકેલી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સીધી સૂચના અને કડક માર્ગદર્શન હેઠળ ઉના પોલીસે ત્વરિત કાર્યવાહી કરીએકઆરોપીનેઝડપી લીધો છે, જ્યારે 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો મુખ્ય સૂત્રધાર પિતા હજુ ફરાર છે.

નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, ઉનાના સુપરવિઝન હેઠળ ઉના પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. મોરી ની રાહદારી માં ટાઉન ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.પી. સરવૈયા તથા સર્વેલન્સ ટીમે ફરિયાદ મળતા જ સઘન તપાસનો દોર શરૂૂ કર્યો હતો.અભણ લોકોને લોનની લાલચ આપીડોક્યુમેન્ટ મેળવી તેમના મોબાઈલનો દુરુ પયોગ કરી આર્થિક ફટકો મારતા આરોપીઓ સામે ઉના પો.સ્ટે.માં બે અલગ-અલગ ગુના દાખલ કરાયા છે. ફરાર આરોપી મણીલાલ રામજીભાઈ ચાંદોરા અત્યંત રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ ઉના, ગીર ગઢડા અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં લૂંટ, છેતરપિંડી, મારામારી, ધાકધમકી સહિત કુલ 8 ગંભીર ગુના નોંધાયા છે નોંધાયેલા છે.