રામ મંદિરમાં દાનના 200 કરોડથી વધુની ચોરીની આશંકા

રિક્ષા ડ્રાઈવરથી કરોડપતિ બનેલા ચંપત રાયના વિશ્વાસુ સહાયક ટિન્નુ યાદવ પર 50 કરોડની સંપત્તિનો આરોપ; 50 કર્મચારીઓ રડાર પર, અત્યાર સુધી 2 કરોડ કેશ મળ્યા…

રિક્ષા ડ્રાઈવરથી કરોડપતિ બનેલા ચંપત રાયના વિશ્વાસુ સહાયક ટિન્નુ યાદવ પર 50 કરોડની સંપત્તિનો આરોપ; 50 કર્મચારીઓ રડાર પર, અત્યાર સુધી 2 કરોડ કેશ મળ્યા

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોના ચઢાવા અને દાનપાત્રોમાંથી કરોડો રૂૂપિયાની ચોરીનો વિવાદ વધુ ગંભીર બન્યો છે. ભાસ્કરના અહેવાલ મુજબ, આ ચોરીની કુલ રકમ 200 કરોડ રૂૂપિયાથી વધુની હોવાનો અંદાજ છે. મંદિર પરિસરમાં નોંધાયેલા લગભગ 50 કર્મચારીઓ આ મામલે સંદેહના ઘેરાવામાં છે. અત્યાર સુધીમાં 2 કરોડ રૂૂપિયાથી વધુની રોકડ રિકવર થઈ છે.રામલલાના ગર્ભગૃહ અને દર્શન પથ પાસેના દાનપાત્રોમાંથી નીકળતી નકદીને એક ‘ગોપનીય કક્ષ’માં લઈ જવામાં આવે છે.

આ કક્ષમાં 50 કર્મચારીઓની હાજરીમાં ગણતરી થાય છે જેમાં ખાનગી એજન્સીના 24, ટ્રસ્ટના 12 અને જઇઈં તેમજ ઝઈજના 14 કર્મચારીઓ સામેલ છે. આ કર્મચારીઓમાંથી અનેક છેલ્લા 5 વર્ષમાં અચાનક કરોડપતિ બની ગયા છે.

ટિન્નુ યાદવ (રામશંકર યાદવ):
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ખાસ વિશ્વાસુ સહાયક તરીકે ઓળખાતા ટિન્નુ યાદવ પર સૌથી મોટા આરોપો છે. અગાઉ અયોધ્યામાં ઓટો/રિક્ષા ચલાવતા ટિન્નુની અત્યારે અયોધ્યા અને લખનૌમાં લગભગ 50 કરોડ રૂૂપિયાની ચલ અને અચલ સંપત્તિ હોવાનો દાવો છે.અયોધ્યાના સ્વર્ગદ્વાર વિસ્તારમાં પુષ્તૈની મકાન, એરપોર્ટ પાસે 70 રૂૂમનું હોસ્ટલ, 3 રેસ્ટોરન્ટમાં પાર્ટનરશિપ, લખનૌમાં મકાન અને ફોર્ચ્યુનર કાર સહિત અનેક સંપત્તિઓ. તેમના ભત્રીજા મનીષ યાદવના ઘરેથી 36 લાખ રૂૂપિયા કેશ મળ્યા છે.

અન્ય આરોપી કર્મચારીઓ:
લવકુશ મિશ્રા વગેરેના ઘરેથી છાણના ઢગલામાંથી 10-12 લાખ રૂૂપિયા મળ્યા. કેડી તિવારી (સોના-ચાંદીના દાન સંભાળનાર) પર 1.5 કરોડની જમીન અને 5 કરોડની સંપત્તિના આરોપ. રાજેશ પાઠક સહિત અનેક કર્મચારીઓની જીવનશૈલી અચાનક બદલાઈ છે.

ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ આ આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું છે કે આંતરિક ઓડિટ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ મોટી ગેરરીતિ સામે આવી નથી. ટ્રસ્ટે SITની માંગ કરી છે. યુપી સરકારે ઈંઅજ અધિકારીના નેતૃત્વમાં જઈંઝની રચના કરી છે જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. હજુ સુધી ટ્રસ્ટ તરફથી સત્તાવાર FIR નોંધાવવામાં આવી નથી.સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ આ મામલે ટ્રસ્ટ અને સરકાર પર તીવ્ર પ્રહાર કર્યો છે અને વધુ પારદર્શિતાની માંગ કરી છે. આ વિવાદે રામ મંદિરની પવિત્રતા અને ભક્તોના વિશ્વાસને અસર કરી છે. તપાસ ચાલુ છે અને વધુ વિગતો સામે આવવાની સંભાવના છે.

મુખ્ય ટ્રસ્ટી ચંપત રાયની તબિયત ખરાબ; અનિલ મિશ્રા સારવાર માટે કેરળમાં
રામ મંદિર દાન વિવાદની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અયોધ્યા આગમનની તૈયારીઓ વચ્ચે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની તબિયત ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય અનિલ મિશ્રા તબીબી સલાહ માટે કેરળ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંપત રાય શરદી અને બ્લડ સુગરના સ્તરમાં વધારોથી પીડાઈ રહ્યા છે, અને હાલમાં તેમની તબિયત સારી છે. અનિલ મિશ્રા આંખની તપાસ અને તબીબી સલાહ માટે કેરળ ગયા છે.