ગુજરાત

રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ચૂકવી શકશે ટિકિટનું ભાડું

Published

on

પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધીને રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર ચછ કોડડિવાઈસ લગાવવામાં આવ્યા છે. રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, રેલટિકિટ માટે QR કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, અઝટખ, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આપ્રકારની ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી રાજકોટ ડિવિઝન દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈ પણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.


આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરી નો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે.રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે ચછ કોડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version