રાજકોટમાં ગરમીમાં આંશીક રાહત, બપોરે 42.2 ડિગ્રી તાપમાન

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ સૂર્યનારાયણનો તકો જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો સતત 42 ડિગ્રીના પાર નોંધાયો છે ત્યારે આ જ…

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાલ સૂર્યનારાયણનો તકો જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો સતત 42 ડિગ્રીના પાર નોંધાયો છે ત્યારે આ જ બપોરે અઢી વાગ્યે ની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો રાજકોટનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયો જે ગઈકાલે અઢી વાગે 43.4 ડિગ્રી હતું એટલે કહી શકાય કે હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે કારણ કે તાપમાનનો પારો પણ ગગડ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં આગ ઓકતી ગરમી પડવાની આગાહી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ 41થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાઈ શકે છે. 48 કલાક બાદ ધીમે ધીમે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે.

કેટલાક વિસ્તારોમાં તોફાની પવન અને વરસાદ પડી રહ્યો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 36 થી 48 કલાક ઘણા રાજ્યો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ તે સમયગાળો છે જે દરમિયાન હવામાન પ્રવૃત્તિ સૌથી તીવ્ર રહેવાની ધારણા છે.

વાતાવરણમાં થતા બદલાવના કારણે હવામાન વિભાગ દ્વારા હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે પરંતુ 20 તારીખ બાદ હવામાનમાં પલટો આવ્યો અને તાપમાનનો પારો નીચો આવે તેવી પણ હાલ આગાહી હવામાન વિભાગ દ્વારા કરાય છે.