Uncategorized

પેરિસ ઓલિમ્પિક 2024 : ભારત પાસે આજે ૩ મેડલ જીતવાની તક, જાણો આજનું શેડ્યુલ

Published

on

પેરિસ ઓલિમ્પિકના 5માં દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા ખેલાડીઓ મેડલ તરફ આગળ વધ્યા. હવે છઠ્ઠા દિવસે પીવી સિંધુ અને નિખત ઝરીન સહીત અનેક એથ્લેટ્સ ઓલિમ્પિક મેદાનમાં ઉતરવાના છે. ભારત પાસે 3 મેડલ જીતવાની તક હશે.

પેરિસ ઓલિમ્પિક 2024ને 5 દિવસ વીતી ગયા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ બે મેડલ જીત્યા છે. આ બંને મેડલ બ્રોન્ઝ હતા, જે મનુ ભાકર અને સરબજોત સિંહે શૂટિંગમાં જીત્યા હતા. 5માં દિવસે ભારત પાસે એક પણ મેડલ મેચ નથી. જોકે, આ દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘણા એથ્લેટ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થયા છે. ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓ 15 ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત પાસે આમાંથી બે ઇવેન્ટમાં મેડલ જીતવાની તક હશે.

આકાશદીપ સિંહ, પરમજીત સિંહ અને વિકાસ સિંહ સવારે 11 વાગ્યાથી પુરુષોની 20 કિમી રેસ વોકમાં ભારત તરફથી ભાગ લેવા જઈ રહ્યા છે. તેની મેડલ મેચ પણ આજે યોજાવાની છે, તેથી જો તે આ ઈવેન્ટમાં વધુ ક્વોલિફાઈ કરશે તો તેની પાસે મેડલ જીતવાની સુવર્ણ તક હશે. આ સિવાય પ્રિયંકા ગોસ્વામી પણ મેડલ મેળવી શકે છે, તે બપોરે 12.50 કલાકે યોજાનારી આ રમતની મહિલા ઈવેન્ટમાં ભાગ લેશે. એથ્લેટિક્સ બાદ સ્વપ્નિલ કુસાલે પાસે ભારત માટે મેડલ જીતવાની તક હશે. તે મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સની ફાઇનલમાં ભાગ લેશે, જે બપોરે 1 વાગ્યાથી રમાશે.

લક્ષ્ય સેન અને એચએસ પ્રણય બપોરે 12 વાગ્યાથી મેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં માં મેડલ માટે ઉતરશે. શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર બપોરે 12:30 વાગ્યાથી ગોલ્ફમાંથી ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે. ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચૂકેલી ભારતીય હોકી ટીમ બપોરે 1.30 કલાકે ગ્રુપ સ્ટેજની મેચમાં બેલ્જિયમ સામે ટકરાશે. બપોરે 2.30 વાગ્યાથી નીખાત ઝરીન મહિલા બોક્સિંગમાં રાઉન્ડ ઓફ 16માં પડકાર આપશે.

પુરુષોની તીરંદાજીની વ્યક્તિગત સ્પર્ધામાં પ્રવીણ જાધવ બપોરે 2.31 કલાકે રાઉન્ડ ઓફ 64માં ભાગ લેશે. જો તેઓ જીતી જાય છે, તો તેઓ બપોરે 3.10 વાગ્યે તેનો રાઉન્ડ ઓફ 32 પણ રમશે. બપોરે 3.30 કલાકે મહિલા શુટીંગ 50 મીટર રાઇફલ 3 પોઝિશનના ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોવા મળશે અને બપોરે 3.45 કલાકે વિષ્ણુ સરવણન પુરૂષોની સેલિંગમાં પડકાર રજૂ કરશે. નેત્રા કુમાનન સાંજે 7.05 કલાકે આ રમતની મહિલા ઈવેન્ટમાં ભાગ લેશે. આ બધા સિવાય સાંજે બે મોટી બેડમિન્ટન મેચો યોજાવાની છે. એકમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી 4.30 વાગ્યે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ટકરાશે. પીવી સિંધુ મહિલા બેડમિન્ટન સિંગલ્સની રાઉન્ડ 16 મેચ માટે રાત્રે 10 વાગ્યાથી કોર્ટમાં હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version