ગુજરાત

પરાબજારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર ઝડપાયા

Published

on

પૂર્વ કર્મચારી સહિત ચારેય શખ્સો લીમડા ચોક નજીક ચોરાઉ માલસામાનનું સેમ્પલ લઇ વેપારીને વેચવા નીકળતા ઝડપી લેવાયા

શહેરમાં પરાબજારમાં બુકાનીધારી તસ્કરોએ ત્રણથી ચાર દૂકાનના સાત જેટલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા બાદ કોસ્મેસ્ટિક વસ્તુઓ વેંચતી મહેતા એજન્સીમાં ત્રીજા માળની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી રોકડ તથા અન્ય માલસામાન મળી 4,30,200ની માલમત્તાની ચોરી કરી જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.રાતે બાર વાગ્ય બાદ બુકાની બાંધીને ચોર ત્રાટક્યા હતાં.

સીસીટીવીમાં ત્રણેક તસ્કરો જોવા મળ્યા હતા.આ મામલે પ્રહલાદ પ્લોટ-26/42માં રહેતાં નિલેષભાઇ શશીકાંતભાઇ મહેતા (ઉ.વ.50) નામના વેપારીએ ફરિયાદ કરતા એ-ડિવીઝન પોલીસની ટીમ,ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-2ની ટીમે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાની રાહબરીમાં એલસીબી ઝોન ટુ ની ટીમ ના પીએસઆઇ આર.એચ. ઝાલા, એએસઆઈ જયંતિભાઈ ગોહિલ, રાજેશભાઈ મિયાત્રા, રાહુલભાઈ ગોહેલ, કુલદીપસિંહ રાણા,શક્તિસિંહ ગોહિલ અને બી ડિવિઝનના અજયભાઈ બસિયા સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી સીસીટીવી ફુટેઝ પરથી આરોપીઓની ઓળખ મેળવી હતી.તેમજ ટિમને બાતમી મળી હતી કે પરા બજારમાં એજન્સીમાંથી ચોરી કરનાર ટોળકી ત્રિકોણ બાગથી લીમડા ચોક વિસ્તારમાં ચોરાઉ માલના સેમ્પલ બતાવી વેપારીને વેંચવા આવી છે જેથી એલસીબીની ટીમે ત્રણેય આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા ત્રણેયએ પોતાના નામ કિશન લાલજીભાઇ ગેડાણી(રહે. જંગલેશ્વર શેરી નં.21 રાજકોટ તથા પોપટપરા કૃષ્ણનગર શેરી નં.3/5 નો કોર્નર), લધનશ્યામસિંહ ઉર્ફે ઘનો ઉર્ફે કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા(રહે,લ.પોપટપરા રધુનંદન સોસાયટી શેરી નં.1/4 કોર્નર),ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા(રહે. પોપટપરા મેઇન રોડ રઘુનંદન શેરી નં.5) અને સદામ જાવીદઅલી અંસારી(રહે.જંગલેશ્વર શેરી નં.25 રાજકોટ મુળ- ગામ તેલીયા કોટ તા.જી.ગોંડા થાના બંગાઇ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.


ત્રણેયને પોલીસ મથકે લઇ જઈ સઘન પૂછતાછ કરતા આ શખ્સોએ મુદ્દામાલ ભરેલી રીક્ષા રેલનગરમાં એક અવાવરું જગ્યાએ સંતાડી હતી એક આરોપીને લઇ જઈ તેઓ પાસેથી ચોરાઉ કોસ્મેસ્ટિક વસ્તુઓમાં હેર કલર,સ્પીડ માચિસ,ડેટોલ,કોલગેટ,હેર ઓઇલ,રોકડ તેમજ ઉપયોગમાં લેવાયેલ રીક્ષા સહિત રૂૂ.5.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,ઘનશ્યામસિંહ છ વર્ષ પહેલાં એજન્સીમાં નોકરી કરતો હતો અને બાદમાં હવે ડ્રાઇવિંગ કામ કરે છે.તેમને પોતાના ધંધામાં કાંઈ વળતું ન હોય માટે તેમણે મહેતા એજન્સીમાં ચોરી કરવાનો પ્લાન કર્યો અને સાથે સાથે મિત્રોને પણ ચોરી કરવા માટે સાથે લીધા હતા.રીક્ષા કિશનની હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં વરસાદમાં મોકો જોઈને રાત્રે બજારમાં રીક્ષા લઇ પહોંચી એજન્સીની પાછળની શેરીમાં પહોંચી વિજપોલ વાટે ઉપર ચડી બારીની ગ્રીલ તોડી અને એજન્સી અંદર જઈ ચોરીને અંજામ આપ્યો હતો.જ્યારે બાકીના આરોપીઓએ આજુ બાજુના સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હતું અને કોઈની ત્યાંથી અવર જવર નથી તે અંગેનું ધ્યાન રાખતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version