ગુજરાત

ડમી દર્દી મોકલી પાંડેસરા પોલીસનું ઓપરેશન : 15 બોગસ તબીબો ઝડપાયા

Published

on

માત્ર ત્રણ કિમીના વિસ્તારમાંથી ડઝનેક બોગસ તબીબો ઝડપાતા ચકચાર

પાંડેસરામાં 3 કિલોમીટરના દાયરામાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનીક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શન, સીરપ સહિત 59 હજારનો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો.
પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે ડી.એચ.એમ.એસની ડિગ્રી હતી. જોકે, તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ થઈ શકશે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા.


બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.

પકડાયેલા બોગસ ડોક્ટરોના નામો

  1. રાજારામ કેશવપ્રસાદ દુબે
  2. યોગેશ મદન પાટીલ
  3. રાજેશ બંસીલાલ પટેલ
  4. બ્રજભૂષણસીંગ તારકેશ્વરસીંગ રવાની
  5. રાજકુમાર સોહનલાલ ગુપ્તા
  6. પ્રદીપ મોતીલા પાંડે
  7. વિજય બાબુલાલ યાદવ
  8. મુકેશ કમલાકાન્ત હાજરા
  9. રણજીત પારસ વર્મા
  10. અસીત અખીલ રોય
  11. ચંદ્રભાન કેદારનાથ પટેલ
  12. ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર
  13. રાજનારાયણ શ્રીબંસી યાદવ
  14. મનોજ સુખેભેન્દ્ર મિશ્રા
  15. પ્રમોદ અમરેજ મોર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version