ગુજરાત

જયરાજસિંહના સોગંદનામાની તપાસનો અહેવાલ રજૂ કરવા ચૂંટણી અધિકારીને આદેશ

Published

on

ચૂંટણી પંચે બીજી વખત ઉઘરાણી કરી રિપોર્ટ માગ્યો

ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં થયેલી ચૂંટણી દરમિયાન ગોંડલના ધારાસભ્યએ ખોટા સોંદગનામું કર્યું હોવાની વિપક્ષી આગેવાને ચૂંટણી પંચને કરેલી લેખિત ફરિયાદ બાદ પંચે બીજીવાર આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.


લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. પરતું ચૂંટણીના કારણે તપાસ થઈ શકી ન હતી.બાદમાં રાજકોટમાં બનેલી દુર્ઘટનાને પગલે વહિવટી તંત્ર તેમાં રોકાઈ ગયું હતું. દરમિયાન ફરિયાદ યતિશભાઈ દેસાઈએ બીજીવખત ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.આથી પંચે બીજીવખત રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારી પાસે તપાસ રિપોર્ટ માંગ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ટર્મ સુધી ધારાસભ્ય રહેલ હતા.

આ દરમિયાન તેમણે ધારાસભ્યનો પગાર, ભથ્થા લીધેલ છે.પરતું ધારાસભ્ય ગીતાબાએ કરેલ સોંદગનામાંમાં જયરાજસિંહ ઈન્કમટેક્ષ રિર્ટન ધરતા નથી.તેમની આવકનો સ્ત્રોત ખેતી બતાવેલ છે.કોઈ રિર્ટન પણ ભરેલ નથી.તેમજ તેમના પુત્રની વર્ષ 2021-22માં 64,29,279 દર્શાવેલ છે.પરતું મિલકત અને જવાબદારીના ખાના ખાલી રાખ્યા છે.તેઓ એક કોન્ટ્રાક્ટર પેઢીમાં ભાગીદાર પણ છે.આમ સોંદગનામામાં ખોટી વિગત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ મામલે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ કરતા આ મામલે આગામી દિવસોમાં તપાસ કરી રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version