અમરેલી

બગસરા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની બઘડાટી

Published

on

બગસરામાં નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસના સાત સભ્યો તથા ભાજપના 18 સભ્યો હાજર રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખ જોસનાબેન રીબડીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસના સભ્યો દ્વારા મેઘાણી હાઇસ્કુલ ના કોમ્પ્યુટરની ફી 200 ની જગ્યાએ 400 કરવા માટેનો ઠરાવ કરવા બાબતે કોંગ્રેસનો સભ્ય દ્વારા બગડાટી બોલાવવામાં આવી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ભણતરમાં ફ્રી કરી દેવા માટેની જોગવાઈ છે છતાં ફી ડબલ કરી વિદ્યાર્થીઓ ઉપર વધુ બોજો નાખવા ની જરૂૂર નથી તેમ કોંગ્રેસના સભ્ય દ્વારા જણાવેલ હતું
આ ઉપરાંત બગસરાના વિકાસના કામો જેવા કે રોડ રસ્તા સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને અમુક મુદ્દાઓ યોગ્ય ન હોવાથી કોંગ્રેસ ના સભ્યો દ્વારા વિરોધ કરી . બગડાટી બોલાવી તુ તુ મે મે શરૂૂ કરાઈ હતી આ ઉપરાંત આયે સામાન્ય સભામાં ધારાસભ્ય જેવી કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય અનિલ શેખ દ્વારા ધારાસભ્ય જેવી કાકડીયા ને પણ કહેવામાં આવ્યું હતું કે તમે કોઈપણ સભ્ય નો નિર્ણય ફેરફાર કરી શકો નહીં માત્ર તમે અંદર બેસી અને હાજરી આપી શકો છો માટે તમારા નગરપાલિકાની કામગીરીમાં કોઈ અંદાજી ન કરવા વિનંતી કરી હતી તેમજ નગરપાલિકાના અગાઉ પણ પ્રમુખ પતિઓને સામાન્ય સભા હોય કે અન્ય વહીવટ હોય જે ન કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો છતાં નગરપાલિકાની મહિલા સદસ્યોના પતિઓએ અંદર બેસી અને અમુક ઈશારાથી તેમની પત્નીઓને હાથ ઊંચો કરો કે ના કરો તેવું ઈશારા થી પણ કહેવા લાગ્યા હતા આવું કરવાથી આનો કોઈ અર્થ નથી નરેન્દ્ર મોદી મહિલાઓને ગમે એટલું ઊંચું સ્થાન આપે પરંતુ અહીં બગસરા નગરપાલિકા માં કંઈક ઉલટુ છે.
અહીં નગરપાલિકાના પ્રમુખ કાંઈ વહીવટ કરતા નથી અને પ્રમુખ પતિ જ વહીવટ કરે છે પ્રેસ મીડિયા દ્વારા પ્રમુખ નું ઇન્ટરવ્યૂ કરવા માટે પત્રકારો ગયા હતા ત્યારે તેમને પ્રમુખ પતિ એવી રીબડીયાએ તેમના પત્ની પ્રમુખને કીધું કે આપણે ઇન્ટરવ્યૂ દેવું નથી આપણે કંઈ બોલી શકીએ નહીં તેમ કહી અને મહિલા નગરપાલિકાના પ્રમુખ નનૈયો કર્યો આ ભાજપની સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબ ગમે એટલે હથોડા પછાડે પરંતુ બગસરા નગરપાલિકાના પ્રમુખ પતિ સભ્ય પતિઓ મહિલાઓને આગળ કરવા દેવા માંગતા નથી કે તેને બોલવા દેવા માંગતા નથી અને પોતે જ જાતે વહીવટ કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version