રાષ્ટ્રીય

બજેટ પર ચર્ચા શરૂ થાય તે પહેલા જ વિપક્ષનું ‘હલ્લા બોલ’, વિપક્ષના સાંસદોએ સંસદ બહાર કર્યો વિરોધ પ્રદર્શન

Published

on

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈ કાલે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું હતું. આજથી બજેટ પર ચર્ચા થવાની છે. કુમારી શૈલજા અને શશિ થરૂર લોકસભામાં વિપક્ષ તરફથી બજેટ પર ચર્ચાની શરૂઆત કરશે. પ્રણિતી શિંદે પણ બજેટ પર ચર્ચામાં ભાગ લેશે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિપક્ષી INDIA ગઠબંધનમાં સાંસદોએ સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના સાંસદોએ હાથમાં પ્લેકાર્ડ લઈને બજેટનો વિરોધ કર્યો હતો.

વિપક્ષ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે બજેટમાં ભેદભાવ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો.

સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં આજથી બજેટ પર ચર્ચા શરૂ થવાની છે. રાધા મોહન દાસ, ભાગવત કરાડ રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી વતી બજેટ પર ચર્ચાની શરૂઆત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version