Site icon Gujarat Mirror

‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા

દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટ શહેરમાં 25મો ગુનો નોંધાયો છે.સાયબર ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટમાં મેળવી કમિશન મેળવવાના કારસ્તાન મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

આ ઘટનામા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ હરેશભાઇ સાવલીયા ફરીયાદી બન્યા હતા અને તેઓની ફરીયાદ પરથી સાહિલ કયુમખાન પઠાન, મકશુદ યુસુફભાઈ રાઠોડ (રહે. બંને ભગવતી સોસાયટી, દૂધસાગર રોડ) અને રવિ ગઢવી (રહે. મોરબી) સામે ગુનો નોંધવામા આવ્યો છે પોલીસે જણાવ્યું કે સાયબર ક્રાઇમનાં ગુના અટકાવવા માટે સાયબર ફ્રોડથી મેળવેલા નાણાનાં ટ્રાન્ઝેકશન બાબતે તપાસ કરવી અને કોઇ ટ્રાન્ઝેકશન બાબત ધ્યાનમા આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા અધીકારીનાં આદેશ હોય આ મામલે દેશભરમા ચાલતા મ્યુલ હન્ટ ઓપરેશન અંતર્ગત સાયબર પોલીસ મથકમા વધુ એક ગુનો નોંધવામા આવ્યો છે.

આરોપી રવિ ગઢવીએ મકશુદ રાઠોડ મારફતે આરોપી સાહિલ પઠાનના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂૂા.92 હજાર મેળવી લીધા બાદ ચેકથી વીડ્રો કરી લીધા હતા. હાલ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે હાલ વધુ એક ગુનો નોંધ્યો હતો અને આ ફરીયાદનો આંક હવે 25 પર પહોંચ્યો છે . આવનારા દીવસોમા પણ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત વધુ ગુના નોંધશે તેવુ જાણવા મળી રહયુ છે.

Exit mobile version