Site icon Gujarat Mirror

બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોનો હુમલો

શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે યુવાન ઉપર મહિલા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપ વડે હૂમલો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ બેડી ગામે રહેતા જયેશ રમેશભાઇ સીપરીયા (ઉ.વ.38)નામનો યુવાન ગઇકાલે રાત્રે 12.30 વાગ્યાના અરસામાં ગામમાં હતો ત્યારે મહેશ, તનુબેન અને હેતુબેને કોઇ કારણસર ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે હૂમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્તનુ નિવેદન નોંધવા વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version