ગુજરાત

સક્રિય સભ્ય બને તેને જ ટિકિટ મળશે: પાટીલ

Published

on

100 સભ્યો બનાવે તે સક્રિય સભ્ય બનશે, ભાજપમાં કોઇ આજીવન સભ્ય નથી

ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાન માટે અપાયેલા મોટા લક્ષ્યાંકોને લઇ ભાજપના કાર્યકરો નેતાઓમાં નારાજગી પ્રવર્તે છે. તેવા સમયે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક સુચક નિવેદન આપ્યું છે. કચ્છ ખાતે સદસ્યતા અભિયાન દરમિયાન પાટીલે કહ્યું કે, જો તમારે સક્રિય સભ્ય બનવું હોય તો દરેકે 100 સભ્ય બનાવવા જોઇએ અને સક્રિય સભ્ય હશે તો જ તેને આગળ કોઇને કોઇ ટિકિટ મળશે. ટિકિટ લેવા માટે સક્રિય સદસ્ય બનવું પડે અને સક્રિય સદસ્ય બનવું હોય તો જેના બુથમાં સૌથી વધુ સભ્ય હશે તેને સક્રિય સભ્ય બનાવીશું.


પાટીલે કહ્યું કે, આપડે ભાજપની પરંપરા છે કે દર 6 વર્ષે પ્રાથમિક સદસ્યતા ધરાવતા તમામ લોકોનું દર 6 વર્ષે સભ્યપદ રદ્દ થાય છે. આ ફરીથી નવેસરથી સભ્ય બનવું પડે છે.


અલગ અલગ રાજકીય પાર્ટીઓ તો એક વાર નોંધાય પછી એ ભલે જાય આવે ગમે તે કરે તેનું સભ્ય પદ આજીવન ગણે છે. પણ આપડે નિયમ પ્રમાણે 6 વર્ષે ઓટોમેટિક સભ્ય પદ રદ કરીને નવેસરથી સભ્ય બનીએ છીએ. જો તમારે સક્રિય સદસ્ય બનવું હોય તો દરેકે 100થી વધારે સભ્ય બનાવેલ હોવા જોઈએ. સકીય સભ્ય હશે તો આગળ કોઈને કોઈ જગ્યા એ ટિકિટ પણ મળશે.


ટિકિટ લેવા માટે સક્રિય સદસ્ય બનવું પડે અને સક્રિય સદસ્ય બનવું હોય તો જેના સૌથી વધુ બુથ માં સભ્ય વધુ હશે તેણે સક્રિય સદસ્ય બનાવીશું.


10 લાખનો આપ્યો ટાર્ગેટ સી.આર. પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, આપણે કચ્છમાં 10 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દરેક કાર્યકર્તાએ મહેનત કરવી પડશે. ભાજપના આ સદસ્યતા અભિયાનનું પરિણામ આગામી દિવસોમાં જોવા મળશે, અને તે કચ્છ વિસ્તારમાં પાર્ટીની મજબૂતાઈનો સંકેત આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version