Site icon Gujarat Mirror

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે રાતભર એન્કાઉન્ટરમાં એક ઠાર

હજુ વધુ આતંકવાદીઓ સુરક્ષા દળોના નિશાન પર, ગાંદરબલ ક્ષેત્રમાં ઘેરાબંધી

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રાતોરાત થયેલી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાનું સેનાએ બુધવારે જણાવ્યું હતું. મંગળવારે રાત્રે ગાંદરબલ જિલ્લાના અરહમા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલની માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું હતું.

શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ગાંદરબલના જનરલ એરિયા અરહામામાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. અમરનાથયાત્રા જયાંથી દર વર્ષે પસાર થાય છે તે વિસ્તારમાં આતંકવાદીઓની ઘુસણખોરી અંગે સૈન્યને ઈન્ટેલિજન્સ માહિતી મળતાં સોનમર્ગથી જિલ્લાના મુખ્યમથક ગાંદરબલ સુધી ભારતીય જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું, આ દરમ્યાન જવાનોને અરહમા વિસ્તારમાં કેટલાક પરિવારોની શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરાવો કરી લીધો હતો. રાતભર આતંકવાદીઓ સાથે સૈન્ય દ્વારા સામસામો ગોળીબાર ચાલુ રહ્યો હતોં, જેમાં છેવટે એક આતંકવાદી ઠાર મરાયો હતો. હજુ વધુ આતંકવાદીઓ આ જ વિસ્તારમાં છુપાયા છે.

Exit mobile version