ગુજરાત

સરદાર પટેલ જયંતીએ વડાપ્રધાન ગુજરાતમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં આપશે હાજરી

Published

on

આગામી તા. 31 ઓક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતિ પ્રસંગે સ્ટેચ્યુઓફ યુનિટી એકતાનગર ખાતે રાષ્ટ્ર એકતા પરેડની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે કેન્દ્રીય ગૃહ સચિવે પણ એકતા નગરની મુલાકાત લઈ સ્થળનું નિરિક્ષણ કર્યુ હતું. અને અધિકારીઓની બેઠક યોજી હતી.


આગામી 31મી ઓક્ટોબર, 2024ના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાંનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનીએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરની મુલાકાતે આવ્યા હતાં.


અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા. પરેડ સંદર્ભે મંતવ્યો-વિચારોની આપ-લે બાદ ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધિન વોક-વે નું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version