Site icon Gujarat Mirror

નકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટ પૂર્વે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નકલી પોલીસ બની લૂંટ અને અપહરણના ગુનામાં છેલ્લા 10 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા પાડ્યો છે.

મળતી વિગત મુજબ, વર્ષ 2016માં રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લુંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓએ ભેગા મળીને પોલીસની ખોટી ઓળખ આપી હતી અને ફરિયાદીનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂૂા. 35,000ની લૂંટ ચલાવી હતી અને વધુ રૂૂા. 50,000ની માંગણી કરી માર માર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હતો.

પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ કે.કે. ગોહિલ અને પીએસઆઈ એસ.બી. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ ટીમ સતત તપાસમાં હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલીસીસના આધારે બાતમી મળી હતી કે આ આરોપી રાજકોટમાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઉમેશ ઉર્ફે અમિત વાલમજીભાઈ સંઘાણી (ઉંવ 35) ને ઝડપી પાડ્યો છે.

આરોપી હાલ રાજકોટના રૈયા ગામ પાસે ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા ફલોરા યુનિક બિલ્ડિંગમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ માટે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ઝહીરભાઈ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

Exit mobile version